Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કાચું પનીર શરીરની અનેક સમસ્યાઓને કરશે દૂર

તમે ક્યારેય સાંભળ્યુ નહીં હોય કે કાચુ પનીર ખાવાથી શરીરને કેટલીક સમસ્યાઓમાંથી લાભ મળે છે, તો આજે અમે તમને આ વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. આ લેખ વાંચીને તમે પણ રોજ કાચું પનીર ખાવાનું ચાલુ કરી દેશો.

Himanee Chauhan
Himanee Chauhan
Paneer Is A Beneficial For Health
Paneer Is A Beneficial For Health

તમે ક્યારેય સાંભળ્યુ નહીં હોય કે કાચુ પનીર ખાવાથી શરીરને કેટલીક સમસ્યાઓમાંથી લાભ મળે છે, તો આજે અમે તમને આ વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. આ લેખ વાંચીને તમે પણ રોજ કાચું પનીર ખાવાનું ચાલુ કરી દેશો.

રોજ ખાઓ 40 ગ્રામ પનીર

રોજ 40 ગ્રામ જેટલુ પનીર ખાવાથી હૃદયની તકલીફનું જોખમ ઓછું થાય છે. પનીરમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન ખૂબ પ્રમાણામાં હોય છે જે હૃદયના રોગથી બચાવે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે પનીર ‘ગુડ’ કલેસ્ટ્ર્રોથનું સ્તર વધારે છે જ્યારે ‘બેડ‘ કલેસ્ટ્ર્રોથનું સ્તર ઓછું કરે છે. અને પનીરમાં એક એસીડ પણ હોય છે જે દમનીઓમાં આવતી બધી પ્રકારની તકલીફ દૂર કરે છે. આ ઉપરાંત પણ પનીર ખાવાના ઘણાં ફાયદા છે.

 કાચું પનીર ક્યારે ખાવું

 - કાચા પનીરનું સેવન નાસ્તા અને લંચના 1 કલાક પહેલાં કરો.

- તેના સેવનથી તમે આખો દિવસ ઓવરઈટિંગથી દૂર રહેશો.

- કસરતના થોડા કલાકો પછી પણ ચીઝનું સેવન ફાયદાકારક છે

પનીર ખાવાના ફાયદા

પનીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી તમામ તત્વો સરળતાથી મળી જાય છે. સાથે જ તે શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જે રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે.

હૃદય રોગ સામે આપે રક્ષણ

નાસ્તામાં કાચું પનીર ખાવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી શરીરને આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ યોગ્ય માત્રામાં મળે છે. તેમજ પનીરમાં હાજર રહેલ હેલ્ધી ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરમાં કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ રીતે હૃદય સંબંધિત રોગોથી રક્ષણ મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

તેમાં ઓમેગા-3 ફેટી એસિડની હાજરી હોવાને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે કાચું પનીર ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો : સાંધાના દુખાવાને દૂર કરશે આ 3 ફળ, જાણો તેની ખાસિયત

હાડકાં મજબૂત બનાવે

કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર પનીરનું સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. પનીરનું સેવન કરવાથી સાંધા, પીઠ, ગરદન કે શરીરના અન્ય ભાગોમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. જેથી બાળકોના આહારમાં પનીરનો સમાવેશ કરવો જોઈએ.

વધારાની ચરબી ઘટાડે

ઘણા લોકો વજન વધવાની બીકથી પનીર ખાવાનું ટાળે છે. પરંતુ તેમાં રહેલું લિનોલીક એસિડ શરીરમાં જમા થયેલ વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તેમજ ફાઈબર વધુ હોવાના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ત્યારે ઓવર ઈટિંગની સમસ્યાથી રાહત મળવાથી વજન નિયંત્રણમાં રહે છે.

સ્ટ્રેસ દૂર કરે

આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવ અને ચિંતાથી પરેશાન છે. તો વધારે કામ કરવાથી થાક લાગે છે. ત્યારે નાસ્તામાં 1 વાટકી પનીર ખાવું શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી થાક અને તણાવ દૂર કરવામાં મદદ મળશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

પનીરમાં માત્ર પ્રોટીન જ નહીં, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ ગુણો પણ હોય છે. જેથી તેનું સેવન કરવાથી થાક અને નબળાઈ થાય છે. ઉપરાંત, શરીરની રોગપ્રતિકારક શક્તિને વધતાં બીમાર થવાનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More