કિડનીમાં પથરીનો દુખાવો વ્યક્તિની પરિસ્થિતિને અસહ્ય કરી દે છે. કિડનીમાં પથરી બનવા પાછળ અનેક કારણો જવાબદાર છે. નિષ્ણાતોના મતે ઓછા પ્રમાણમાં પાણી પીવું કેટલાક કારણો પૈકીનું એક કારણ છે. આ ઉપરાંત અયોગ્ય આહાર પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. આ સંજોગોમાં ડોક્ટરોનું કહેવું છે કે ભોજનમાં કેટલાક પ્રમાણમાં સુધારો કરવાથી કિડનીમાં પથરી બનવાની ક્ષમતાને ઓછી કરી શકાય છે. પથરીથી કેવી રીતે દૂર રહી શકાય તે અંગે આજે આપણે વાત કરશું

વિપુલ પ્રમાણમાં પાણી પીવોઃ એક વ્યક્તિએ દરરોદ ઓછામાં ઓછા 12-16 ગ્લાસ પાણી પીવા જોઈએ. તે હૃદય સહિતની સમસ્યા ધરાવતા લોકોને રાહત આપી શકે છે. આ ઉપરાંત યુરીનને સાફ તથા દુર્ગંધથી મુક્ત કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
ઓછા સોડિયમ ધરાવતા આહાર લેવાઃ વધારે મીઠાવાળા અથવા સોડિયમનું વધારે સેવન તમારા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને તેને લીધે પણ યુરીનમાં સાઈટ્રેટને ઓછું કરે છે. તેને લીધે કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે.
અજમાનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા, આજથી જ સેવન ચાલુ કરી દો
તાજાફળોનું સેવન કરોઃ દરરોજ તાજા ફળોનું સેવન કરવું જોઈએ, તેનાથી કિડનીમાં પથરીનું જોખમ ઓછું રહે છે.
માંસાહારનું સેવન ન કરશોઃ માંસાહારનું સેવન કરવાથી યૂરીનમાં યુરીક એસિડ, કેલ્શિયમ અને ઓક્સાલેટનું પ્રમાણ વધી જાય છે. તેને લીધે કિડનીમાં પથરી સહિત અનેક સમસ્યા સર્જાઈ શકે છે.
મર્યાદિત પ્રમાણમાં કેલ્શિયમનું સેવનઃ ડેરી ઉત્પાદનનું સેવન કરવાથી કેલ્શિયમનું પ્રમાણ જળવાય છે. આ ઉપરાંત ફળો, શાકભાજીથી પણ કેલ્શિયલનો પુરવઠો મળે છે. વધારે પ્રમાણમાં કેલ્શિયમને લીધે કિડનીમાં પથરીનું જોખમ વધે છે.
ખાટા ફળો અને જ્યૂશનું પ્રમાણ વધારોઃ ખાટાફળોમાં જોવા મળતા સાઈટ્રેટ કિડનીમાં પથરીનું જોખમ ઘટાડે છે. લીંબુ તથા ચૂના સાઈટ્રેટના સેવન સારો સ્રોત છે. આ ઉપરાંત સંતરા, દ્રાક્ષ પણ કિડનીમાં પથરીને બનતી અટકાવે છે.
ઓક્સાલેટરીનું પ્રમાણ ઓછું કરોઃ ઓક્સાલેટરી એક કુદરતી રીતે જોવા મળતા પદાર્થ છે. તે અનેક પ્રકારના ભોજનમાંથી મળે છે. પાલક, બેરીજ, બીટ, ચોકલેટ, ફ્રેચ ફ્રાઈ, સોયા ઉત્પાદનો વગેરેમાં ઓક્સાલેટનું પ્રમાણ ઉંચુ હોય છે. તેનું સેવન મર્યાદિત કરવું
Share your comments