Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમારે ચમત્કાર જોવું છે, તો સવારે દરરોજ 90 દિવસ સુધી વહેલા જાગવાનું કરો પ્રયાસ

જેઓ વ્યક્તિ સવારે વહેલી તકે જાગે છે, તેના અંદર સમગ્ર દિવસ એક અલગ ઉર્જા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ જે વ્યક્તિ આમ નથી કરતો તેઓ આખા દિવસ થાક અનુભવે છે. આ કારણોથી આપણા વડીલો આપણને સવારે વહેલી ઉઠવાની સલાહ આપે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

જેઓ વ્યક્તિ સવારે વહેલી તકે જાગે છે, તેના અંદર સમગ્ર દિવસ એક અલગ ઉર્જા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ જે વ્યક્તિ આમ નથી કરતો તેઓ આખા દિવસ થાક અનુભવે છે. આ કારણોથી આપણા વડીલો આપણને સવારે વહેલી ઉઠવાની સલાહ આપે છે. જો કે આજકાલની જીવશૌલીના કારણે કોઈના માટે શક્ય નથી. કેમ કે આજકાલના યુવાનોએ રાત્રે દેરથી સુવે છે, જેના કારણ સમય પર તેઓ સવારે ઉભા થતા નથી અને દેર સુધી ઉંધે છે. પરંતુ અમે તમને ત્યાં જણાવી દઈએ કે સવારે વહેલી તકે ઉઠીને કુદરતી શાંતિ મળે છે જો કે આપણા માટે વરદાનથી ઓછી નથી પણ જો તમને સવારે વહેલી તકે ઉભા થવામાં પ્રોબ્લમ થાય છે તો અમે તમને જણાવી દઈએ કે શરૂઆતમાં બધાને સમસ્યા થાય છે, પરંતુ ત્યાર પછી અમને તેની ટેવ થઈ જાય છે. શું તમે જાણો છો કે દરરોજ 90 દિવસ સુધી ઉભા થવાથી અમારા સ્વાસ્થ્યને કેટલો ફાયદા થાય છે. જો તમને ખબર નથી તો ચાલો અમે તમને જણાવી દઈએ-

સવારે વહેલા જાગવાના શારીરિક ફાયદા

  • વજન ઘટાડવામાં મદદ કરે છે - સવારે વહેલા જાગવાથી તમને દિવસમાં વધુ સમય મળે છે, જેથી તમે કસરત કરવા અને હેલ્ધી ફૂડ ખાવા માટે સમય કાઢી શકો. કસરત કરવાથી કેલરી બર્ન થાય છે અને વજન ઘટે છે. ઉપરાંત, જ્યારે તમે ઉતાવળમાં ન હોવ, ત્યારે તમે ફાસ્ટ ફૂડ ઓછું ખાઓ છો.
  • પાચન સુધારે છે - સવારે વહેલા જાગવાથી તમારું શરીર ખાલી પેટ પર રહે છે, જેથી તે તમારા ખોરાકને સારી રીતે પચાવી શકે છે. તે કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
  • ઉર્જા વધે છે- સવારે વહેલા જાગવાથી તમારા શરીરને સૂર્યપ્રકાશનો લાભ મળે છે, જે વિટામિન ડીનું ઉત્પાદન વધારે છે. વિટામિન ડી એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે- સવારે વહેલા જાગવાથી તમારા શરીરને પૂરતી ઊંઘ મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
  • તણાવ ઘટાડે છે - સવારે વહેલા જાગવાથી તમને દિવસની શરૂઆત કરવા માટે પુષ્કળ સમય મળે છે. તે તમને તણાવ દૂર કરવામાં અને દિવસના કાર્યો માટે તૈયાર કરવામાં મદદ કરે છે.
  • ઉત્પાદકતા વધે છે- સવારે વહેલા જાગવાથી તમારા મનને શાંત થવા અને વિચારવાનો સમય મળે છે. આ ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે.
  • મૂડ સુધારે છે- સવારે વહેલા જાગવાથી તમે સવારના હળવા સૂર્યપ્રકાશનો આનંદ માણી શકો છો. તડકામાં સમય વિતાવવાથી તમારો મૂડ સુધરે છે અને તમને ખુશખુશાલ બનાવે છે.
  • આત્મવિશ્વાસ વધે છે- સવારે વહેલા ઉઠીને, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા દિવસનું વધુ સારી રીતે આયોજન કરી શકો છો. આ તમારા આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરી શકે છે.
  • સકારાત્મક અભિગમ કેળવે છે- સવારે વહેલા ઉઠીને, તમે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરી શકો છો. આનાથી તમે આખો દિવસ સકારાત્મક અનુભવો છો.
  • વહેલા ઉઠવા માટેની ટિપ્સ
  • સવારે વહેલા જાગવા માટે તમારે વહેલા સૂવું પડશે. દરરોજ રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો.
  • એલાર્મ ઘડિયાળ સેટ કરો અને તેને વળગી રહો.
  • સવારે ઉઠતાની સાથે જ બારી ખોલો અને સૂર્યપ્રકાશનો લાભ લો.
  • સવારની દિનચર્યા બનાવો અને તેનું પાલન કરો. આ તમને સવારે વહેલા ઉઠવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Health Tips: તમારા રસોડામાં રાખેલા ઘી ભેળસેળ યુક્ત છે કે પછી મુક્ત, આવી રીતે કરો ખાતરી

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More