Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

નવાઈની વાત : વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કેરી, જાણો કેરી ખાવાના 7 મોટા ફાયદા

કેરીને ફળોનો રાજા કહેવાય છે, કેરીનો સ્વાદ સૌને પ્રિય હોય છે. નવાઈની વાત એ છે કે સ્વાદના સાથે કેરી ખાવાથી અનેક રોગોમાં લાભ મળે છે. કેરીમાં વિટામીન એ અને સી Vitamin A,C ભરપૂર માત્રામાં હોય છે. તો આજે તમને અમે જણાવીશું કેરી ખાવાના ચમત્કારિક ફાયદા.

Himanee Chauhan
Himanee Chauhan
7 Big benefits Of Eating Mango
7 Big benefits Of Eating Mango

કેરીને ફળોનો રાજા કહેવાય છે, કેરીનો સ્વાદ સૌને પ્રિય હોય છે. નવાઈની વાત એ છે કે સ્વાદના સાથે કેરી ખાવાથી અનેક રોગોમાં લાભ મળે છે. કેરીમાં વિટામીન એ અને સી Vitamin A,C ભરપૂર માત્રામાં હોય છે. તો આજે તમને અમે જણાવીશું કેરી ખાવાના ચમત્કારિક ફાયદા.

કેરી એ ભારતમાં ઉગતું સૌથી સ્વાદિષ્ટ ફળ છે. કેરીનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો છે.ભારતમાં દશહરી, લંગડા, ચૌસા, કેસર, બદામ, તોતાપુરી,અલ્ફાંસ કેરી ખૂબ જ લોકપ્રિય છે. વિટામિન સી શરીરના જખ્મને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અને ઉપરાંત અનેક બીમારીથી આપણા શરીરનું રક્ષણ કરે છે.

1. કેરી ખોરાક પચવવામાં કરે મદદ

  જો તમને પાચનની સમસ્યા છે તો કેરી ખાવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કેરીમાં પાચન ઉત્સેચકો હોય છે. જે મોટા ખોરાકના અણુઓને નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. જેથી આપણું શરીર સરળતાથી તેનું અવલોકન કરી શકે છે. આ સિવાય કેરીમાં સારી માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે અપચો, કબજિયાત, ડાયરિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

2. રોગપ્રતિકારક શક્તિ વધારશે

  જો તમે રોજ એક કપ ઝીણી સમારેલી કેરી ખાઓ તો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેમાં વિટામિન સી Vitamin C અને એન્ટિઓક્સિડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કોપર, ફોલેટ, વિટામિન ઈ Vitamin E અને વિટામિન બી Vitamin B જેવા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને અનેક ગંભીર રોગો સામે લડવામાં મદદ કરે છે.

3. કેરી ખાવાથી ત્વચા બનશે ચમકદાર

  કેરીમાં વિટામિન સી Vitamin C અને વિટામિન Vitamin એ A હોય છે. જે સ્કિન માટે ખૂબ જ સારી હોય છે. જો તમે દરરોજ કેરી ખાવ છો તો થોડાક જ દિવસોમાં તમારી સ્કિન પરથી કાળા ડાઘ જતા રહેશે.

આ પણ વાંચો : ગરમીનો પારો થયો 40ને પાર, તો આ ફળ તમારા શરીરમાં પાણીની કમી કરશે પૂરી

4. હૃદય માટે કેરીનું સેવન ઉત્તમ

  કેરી હૃદયની બીમારીથી બચાવી શકે છે. કેરીમાં ફાયબર, પોટેશિયમ અને ઘણા બધા વિટામિન Vitamin હોય છે. જે આપણી ધમનીઓને કોઈ પણ પ્રકારના અવરોધથી સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. પોલિફેનોલ, બાયોએક્ટિવ હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.

5. વજન ઘટાડવામાં લાભદાયી

  કેરી ખાઈને વજન ઘટાડી પણ શકશો, કેરીની છાલમાં ફાયટોકેમિકલ્સ હોય છે. કેરીમાં ડાયેટરી ફાઇબર હોય છે. જેનાથી પેટ ભરેલું લાગે છે. જ્યારે તમે ઉચ્ચ ફાઈબર વાળા ફળો અથવા શાકભાજી ખાઓ છો તો ત્યારે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમને અતિશય આહાર અને નાસ્તો કરવાથી રોકે છે.

આ પણ વાંચો : ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા

 

7. કેન્સર સામે પણ લડશે

  કેરીના પીળા અને નાંરગી ભાગમાં બીટા કેરોટીન હોય છે. બીટા કેરોટીન કેરીમાં મળતાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટમાંનું એક છે. કેરીમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે કેન્સર માટે જવાબદાર છે.

આ પણ વાંચો : આ 4 ચોખાની જાતોથી સરળતાથી ઘટશે તમારુ વજન, ઉપરાંત થાય છે અનેક ફાયદા 

આ પણ વાંચો : જી હા ! ગોરસ આંબલીમાં રહેલા છે ઔષધિય ગુણો, વાંચો તેને ખાવાથી થશે આ લાભ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More