Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હેલ્થ ટિપ્સ : ભરગરમીમાં કરો તાડફળીનું સેવન

Himanee Chauhan
Himanee Chauhan
Benefits Of Ice Apple
Benefits Of Ice Apple

ઉનાળો શરૂ થતા જ સૌના મનમાં ફળ ખાવાની લાલચ ઉદ્ભવી જતી હોય છે, તાડફળી એક એવુ ફળ છે જે જોવામાં તો ઉપરથી નાળિયેર જેવુ દેખાય છે પણ અંદરથી તે નાળિયેર પાણીની મલાઈ જેવું લાગે છે. આ ફળ વિશે ખૂબ જ ઓછા લોકોને માહિતી છે, અને ભાગ્યે જ થોડા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. તાડફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ  લાભદાયી છે તો ચાલો આજે તેના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

તાડફળી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે,  તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તાડફળી પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તાડફળી સ્વાદમાં થોડી મીઠી હોય છે.

તાડફળીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તાડફળી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. તાડફળીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તાડફળી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. તાડફળી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો

1.

ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા માંડે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે તાડફળીના રસમાં ચંદન પાવડર નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્વચા પરથી બળતરાની સમસ્યા દૂર થશે. તાડફળીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખે છે.

2.

ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની તકલીફ ઉભી થાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાડફળી શરીરને ઠંડક આપીને તાજગી પૂરી પાડે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળીને આહારમાં ઉમેરવાથી રાહત થાય છે.

3.

તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે.  તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે.

4.

છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે સમસ્યામાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો : ઉનાળામાં બીટના જ્યૂસ સાથે આ શાકભાજી અને ફળોનો રસ ઉમેરો થશે બેગણો ફાયદો

5.

તાડફળીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે

6.

તાડફળીમાં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તાડફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે. ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે.  આવી સ્થિતિમાં તાડફળીનો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.

7.

તાડફળીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. તાડફળીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા જેવી કે પેશાબ તૂટક તૂટક આવવો, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે.

આ પણ વાંચો : હેલ્થ ટિપ્સ : તપતપતી ગરમીમાં મધમીઠી શક્કર ટેટીનું કરો સેવન

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More