Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

જેઠીમધના છે અનેક ફાયદા, અનેક રોગોનો છે અકસીર ઉપાય

જેઠીમધ એ કોઈ ઔષધિથી ઓછુ નથી, આયુર્વેદમાં જેઠીમધને ખૂબ જ ગુણકારી પણ માનવામાં આવે છે. જેઠીમધના મૂળિયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધિય ગુણો રહેલા હોય છે. અને આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Jethimadh
Jethimadh

આયુર્વેદમાં જેઠીમધને ખૂબ જ ગુણકારી પણ માનવામાં આવે છે. જેઠીમધના મૂળિયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધિય ગુણો રહેલા હોય છે. અને આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે.
જેઠીમધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સહિત અનેક રોગોને દૂર કરે છે, જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઈલાજ કરે છે.
જેઠીમધને પાણીમાં લસોટીને એમાં રૂનું પૂમડું પલાળીને આંખ પર બાંધવાથી આંખની લાલાશ દૂર થાય છે. એટલું જ નહીં જેઠીમધ કાન અને નાકના રોગોમાં પણ લાભદાયી છે.
મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે. ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. સૂકી ખાંસીમાં કફ ઉત્પન્ન કરવા માટે જેઠીમધને 1 ચમચી મધની સાથે દિવસમાં ત્રણ વાર ચાંટવું જોઈએ. આનો 20-25 મિલિ ક્વાથ સવાર-સાંજ પીવાથી શ્વાસનળી સાફ થઈ જાય છે. ઉપરાંત જેઠીમધ ચુસવાથી એડકી પણ મટી જાય છે.
તાજા જેઠીમધમાં લગભગ અડધો અડધ ભાગ પાણીનો હોય છે, તેને સુકવ્યા બાદ તેમાં પાણીનો ભાગ માત્ર 10 ટકા જેટલો રહી જાય છે. જેઠીમધમાં ગ્લિસરાઈઝિક એસિડ હોય છે. જેના કારણે તેનો સ્વાદ સામાન્ય કરતા 50 ગણો વધારે મીઠો લાગે છે.

આ પણ વાંચો : નારંગી ખાવાથી હ્રદયથી લઈને આંખો બધુ રહેશે સ્વસ્થ

લિવર માટે જેઠીમધ ફાયદાકારક

જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

ઉધરસમાં ખૂબ જ લાભદાયી

જેઠીમધ ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને દમ જેવી બિમારીમાં અક્સીર રામબાણ ઉપાય છે. જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દૂર કરે છે. એન્ટિ ઓક્સિડેન્ટ ગુણના કારણે જેઠીમધ બ્રોન્કિયલના સોજાને ઓછો કરી અને વાયુમાર્ગને શાંત કરે છે. જેના કારણે ઉધરસમાં આરામ મળે છે.

આ પણ વાંચો : લીંબુ અને હળદરનું સેવન છે લાભાદાયી

દાંત સાફ રાખશે

જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોદી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધી અટકી જાય છે. દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

ઈમ્યૂનિટી કરે મજબૂત

જેઠીમધના કારણે શરીરમાં લિમ્ફોસાઇટ અને મેક્રોફેજ જેવા રસાયણો ઉત્પન થાય છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો આવે છે. જેઠીમધમાં રહેલું લીકોરિસ કબજીયાત, એસિડિટી, પેટમાં ચાંદા જેવી પાચનને લગતી બિમારીમાં પણ ઉપયોગી નીવડે છે.

આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આ પણ વાંચો : સફરજનની છાલ પણ ઉપયોગી, વાંચો તેના ફાયદા

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More