Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Goat Milk Benefits: બકરીના દૂધમાં ભળેલા છે અવનવા ગુણધર્મો, તેનું સેવન છે લાભકારી

ભારતની લગભગ 65 ટકા વસ્તી ખેતકામ સાથે સંકળાયેલી છે, જેમાંથી પશુપાલન પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે. ભારતમાં પશુપાલન કરનાર ખેડૂતોએ મોટા ભાગે દૂધ માટે ગાય અને ભેંસની ઉછેર કરે છે. તેના સાથે જ મોટી સંખ્યામાં એવા પણ ખેડૂતો છે જેઓ માંસ માટે બકરા, માછલી, ઘેટા, મરઘા અને ડુક્કરની પણ ઉછેર કરવા માંડ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગોટ મિલ્ક બેનિફિટ્સ
ગોટ મિલ્ક બેનિફિટ્સ

ભારતની લગભગ 65 ટકા વસ્તી ખેતકામ સાથે સંકળાયેલી છે, જેમાંથી પશુપાલન પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે. ભારતમાં પશુપાલન કરનાર ખેડૂતોએ મોટા ભાગે દૂધ માટે ગાય અને ભેંસની ઉછેર કરે છે. તેના સાથે જ મોટી સંખ્યામાં એવા પણ ખેડૂતો છે જેઓ માંસ માટે બકરા, માછલી, ઘેટા, મરઘા અને ડુક્કરની પણ ઉછેર કરવા માંડ્યા છે.પરંતુ ખૂબ જ ઓછી સંખ્યામાં એવા ખેડૂતો છે જેઓ બકરી અને સાંઢણીનું ઉછેર દૂધના ઉત્પાદન માટે કરે છે. જેની બજારમાં ખૂબ જ માંગણી છે. તેથી કરીને આજના આ આર્ટિકલમાં અમે બકરીના દૂધથી થતા સ્વાસ્થ્ય લાભ પર વાત કરીશું જેથી અમે ખેડૂત ભાઈયોને એ જણાવી શકાય કે તેઓ બકરીના દૂધનું વેચાણ કરીને કેટલી મોટી કમાણી કરી શકે છે.

સૌથી પહેલા વાત કરીએ બકરી ઉછેરના ફાયદાઓ પર

એમ તો જે લોકોએ પશુપાલકો છે તેમને ખબર છે કે બકરી પાલન તેઓ કેટલી વસ્તુ માટે કરી શકે છે. જેમાં આજકાલ સૌથી વધુ તેનું ઉછેર માંસ માટે થાય છે પરંતુ જો પશુપાલકો તેની માંસની જગ્યા તેની ઉછેર તેના દૂધ માટે કરીએ તો તેઓના ધરે પૈસાના ઢગલા થઈ જશે. કેમ કે બકરીના દૂધમાં ફાઇબર ઘણુ હોય છે. બકરનીનું દૂધ પોષક તત્વોનો મુખ્ય સ્ત્રોત છે. આટલુ જ નહીં બકરીના દૂધનો ઉપયોગ અનેક રોગો દૂર કરવા માટે પણ જાણીતો છે. ડેન્ગ્યું જેવા જીવલેણ તાવને બકરીના દૂધ દૂર કરી દે છે.

સોજો ઘટાડે છે

જો બકરીનું તમે તાજું દૂધ પીવો છો તો તે તમારા શરીરમાં બળતરા ધટાડવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે. બકરીના દૂધમાં હાજર ગુણો ઉપરાંત, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે તમારા શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ ધ્યાન રાખજો કે બકરીનું તાજું દૂધ 5 થી 10 મિનટ માટે જ રહે છે.

અનિમિયા થાય છે દૂર

બકરીના દૂધમાં હાજર કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળીને તમારા શરીમાં એનિમિયા દૂર કરવાનું કામ કરે છે. બકરીનું દૂધ પીવાથી તમારા શરીરને આર્યન શોષવામાં મદદ મળે છે. બકરીનું દૂધ શરીરમાં લાલ રક્તકણો પણ વધારે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય

જો તમે ચિંતા અને માનસિક સમસ્યાઓથી પરેશાન છો, તો તમને દિવસમાં એકવાર બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. આ દૂધમાં રહેલા ગુણ તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જે તમારો મૂડ સુધારે છે. તેથી, માનસિક સમસ્યાઓના કિસ્સામાં, તમે તાજું બકરીનું દૂધ પીવી શકો છો.

સાંધનો દુખાવો મટાડે છે

જો તમને સાંધામાં દુખાવો હોય તો તમારે બકરીના દૂધનું સેવન કરવું જોઈએ, તેનાથી તમને આવા દુખાવામાં ઘણી રાહત મળે છે. બકરીના દૂધમાં હાજર કેલ્શિયમ તમારા સાંધાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. બકરીના દૂધ સાંઘાના દુખાવાને ઓછો કરવામાં પણ મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More