સિટાકોસિસ (પોપટતાવ) જો કે એક બેક્ટેરિયલ ચેપી રોગ છે. જે ક્લેમિડિયા નામના બેક્ટેરિયાથી થાય છે. તે એક ઝૂનોટિક/પ્રતિસંચરીત રોગ છે અને મુખ્યત્વે ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્ક આવાવથી ફેલાય છે, જેમાં હળવા ફલૂ/શર્દી જેવા લક્ષણોથી લઈને ગંભીર ન્યુમોનિયા સુધીના લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગ પોપટ, લોરી, કોકાટૂ અને બજરીગર્સ નામના પક્ષીઓમાં થાય છે. પરંતુ હવે તેના થકી કે માણસો સુધી પણ ફેલાઈ રહ્યું છે.
આ રોગ કઈ રીતે ફેલાય છે
આ રોગનો ફેલાવો મુખ્યત્વે ચેપગ્રસ્ત પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત પક્ષીઓના મળ, પેશાબ, શ્વસન અને આંખમાથી નીકળતા સ્ત્રાવમાંથી થાય છે.
આવી રીતે કરો ચેપગ્રસ્ત પક્ષીઓની ઓળખાણ
- ચેપગ્રસ્ત પક્ષીઓ કંપી શકે છે
- તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે
- આંખો અથવા નાકમાંથી પાણી જેવો સ્રાવ થવો માંડે છે
- અતિસાર
- લીલા રંગનો પેશાબ અથવા મળ
- વજનમાં ઘટાડો
- આળસ અને નિંદ્રા વગેરે
અત્યાર સુધીમાં પાંચ લોકોએ મૃત્યું પામ્યા
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ૨૦૧૦ થી દર વર્ષે પોપટ તાવના કેસ ઓછામાં ઓછા ૧૦ કે 100 માણસોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તે ઝડપતી ફેલાઈ રહ્યું છે. સૌથી મોટો રોગચાળો ૧૯૩૦ માં થયો હતો અને ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓને અસર થઈ હતી. આ રોગચાળા ને કારણે તાજેતરમાં માર્ચ, ૨૦૨૪ માં યુરોપમાં ફાટી નીકળેલા 'પોપટતાવ' ને કારણે પાંચ લોકોનાં મોત પણ નીપજ્યાં છે.
આ રોગ નો ચેપ મનુષ્યને કઈ રીતે લાગે છે
જ્યારે મનુષ્ય સંક્રમીત પક્ષીઓના સંપર્કમાં આવે કે,ચેપગ્રસ્ત પક્ષીઓના પેશાબ અને અન્ય મળમાં રહેલા સૂક્ષ્મકણો જો મનુષ્ય ના શ્વાસ લેતા વખતે શ્વાસમાં આવે, જો પક્ષી તમને કરડે અથવા તેની ચાંચને તમારા મોં પર સ્પર્શ કરીને તમને "ચુંબન" કર્યું હોય, તો તમને આ ચેપ લાગી શકે છે. તેમ જ સંક્રમીત મનુષ્ય બીજા મનુષ્યને પણ આ ચેપ આપી શકે છે અને સ્વાસ્થ મનુષ્યની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી થવા માંડે છે. જણાવી આ રોગના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત પણ નિપજ્ય છે.
આ પણ વાંચો:કોલેસ્ટ્રોલ ઘટાડવાથી ત્વચાના રોગો સુધી આ છે તુલસીના 8 મોટા ફાયદા
મનુષ્ય માં જોવા મળતા લક્ષણો
મનુષ્યમાં આ રોગ સામાન્ય રીતે ફ્લૂ અથવા ન્યુમોનિયા (ફેફસા ને લગતી બીમારીઓ) ને મળતો આવે છે. તેના લક્ષણો સંપર્કમાં આવ્યાના આશરે ૧૦ દિવસ પછી જોવા મળે છે. પોપટતાવમાં ઘણા લક્ષણો જોવા મળે છે, જે સામાન્ય રીતે નીચે મુજબ ના હોય છે.
- તાવ અને ઠંડી લાગવી
- છાતીમાં દુખાવો
- માથાનો દુખાવો
- માંસપેશીઓમાં દુખાવો
- તાવ અને શરદી
- હાંફ ચઢવો
- ઉબકા અને ઊલટી
- સ્નાયુ અને સાંધાનો દુઃખાવો
- નબળાઈ અને થાક
- ઉધરસ (ખાસ કરીને સૂકી ઉધરસ)
સારવાર
ઘણા બધા કેસો દર્શાવે છે કે ડોકસીસાયકલીન ૭ થી ૧૦ દિવસ માટે દર ૧૨ કલાકે ૧૦૦ મિલિગ્રામ મૌખિક અથવા નસમા આપવમાં આવે તો મોટાભાગના ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં ૪૮ કલાકની અંદર તાવ અને બીજા લક્ષણોમાં સુધારો જોવા મળે છે. તે સિટાકોસિસ માટેની પસંદગીકાર સારવાર છે અને એની સાથે બીજી ગણી બધી એન્ટિબાયોટિક્સ ડોક્ટર ને બતાવ્યા પછી લઈ શકાય છે.
નિવારણ વ્યૂહરચનાઓ
નિવારણ ચેપ નિયંત્રણના કડક પગલાં અને આરોગ્ય સંભાળપ્રદાતાઓ, પશુચિકિત્સકો અને પક્ષીઓના માલિકોમાં જાગૃતિ વધારવા પર આધારિત છે. જો તમારા પાસે પાલતુ પક્ષીઓ હોય, તો તમે પોપટતાવ આવવાની શક્યતાને ઘટાડવા માટે નીચે મુજબના પગલાં લઈ શકો છો.
- દરરોજ તમારા પક્ષીને સાફ કરો અને તમારા પક્ષીઓને બીમાર થવાથી બચાવવા માટે તેમની સારી સંભાળ રાખો.
- પક્ષીઓ અથવા પક્ષીઓના રહેણાકને સાફ કરયા બાદ તમારા હાથને નિયમિત પણે ધોવા.
- પક્ષીની ચાંચને તમારા મોં અથવા નાક પર સ્પર્શ કરવાનું ટાળો.
- પક્ષીઓને સારી હવા ઉજાસવાળી જગ્યાએ રાખો.
- નવા લાવેલા પક્ષીને બીજા પક્ષીઓથી ઓછામાંઓછા 30 દિવસ અલગ રાખવુ.
સૌજન્ય:
ડૉ. અંકિત પટેલ
પીએચડી સ્કોલર
ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી વિભાગ
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત
Share your comments