Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કાળઝાળ ગરમીમાં પીવો તરબૂચનું જ્યૂસ, શરીરમાં નહીં થવા દે પાણીની કમી

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર ગરમીથી રાહત આપે છે, પરંતુ તરબૂચ તો સ્વાસ્થ્ય માટે પણ કેટલીય રીતે ફાયદાકારક હોય છે. તો આજે અમે તમને જણાવીશું તરબૂચ શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે અને તેનુ સેવન ક્યારે કરવુ જોઈએ.

Himanee Chauhan
Himanee Chauhan
Drink Watermelon Juice In Scorching Heat
Drink Watermelon Juice In Scorching Heat

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે  શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર ગરમીથી રાહત આપે છે, પરંતુ  તરબૂચ તો સ્વાસ્થ્ય માટે પણ કેટલીય રીતે ફાયદાકારક હોય છે. તો આજે અમે તમને જણાવીશું તરબૂચ શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે અને તેનુ સેવન ક્યારે કરવુ જોઈએ.

તરબૂચમાં રહેલ પોટેશિયમ, રાઈબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર, નિયાસિન, આયર્ન, વિટામિન-એ, સી, બી અને લાઇકોપીન જેવા કેટલાય પોષક તત્ત્વ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.

ઉનાળામાં નિયમિત રીતે તરબૂચ ખાવાથી અથવા તેનો રસ પીવાથી શરીરની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે. તમને ખબર જ હશે કે ઋતુ પ્રમાણે શરીરની માંગ પણ બદલાતી રહે છે. શિયાળાની ઋતુમાં શરીર ગરમ વસ્તુઓની માંગ કરે છે જ્યારે ઉનાળામાં શરીરનું તાપમાન સંતુલિત રાખવા માટે ઠંડી અને પાણીયુક્ત વસ્તુઓની જરૂર પડે છે. તો ચામડી બાળી નાખે તેવી આ સિઝનમાં તરબૂચ અને તેનો રસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે શરીરને પાણી આપવાનું કામ કરે છે. તેમજ તરત એનર્જી આપે છે.

હૃદય માટે ફાયદાકારક

તરબૂચ હૃદયના માટે સારું માનવામાં આવે છે, તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે જે રક્તવાહિનીઓ માટે સારું છે. તેમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને એમિનો એસિડ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. તરબૂચના સેવનથી અથવા તેનુ જ્યૂસ પીવાથી, શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલને બનતા અટકાવી શકાય છે. જે હાર્ટ પ્રોબ્લેમ માટે સૌથી મોટું કારણ બને છે.

પાચન ક્રિયાને બનાવે તંદુરસ્ત

તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે આ ફળ ગરમીને કારણે થતી પેટની સમસ્યામાં રાહત આપે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ હાઈડ્રેટ શરીરને શક્તિ આપે છે અને થાક અને સુસ્તી દૂર કરે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને આ વસ્તુઓ પાચનક્રિયાને ઠીક રાખવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી પાચનક્રિયા સરખી રીતે કામ કરે છે અને કબજિયાત, ડાયેરિયા તેમજ ગેસ જેવી મુશ્કેલીઓથી પણ છૂટકારો મળે છે. 

ગરમી સામે રક્ષણ આપે છે

ઉનાળામાં લુ લાગવાનો ભય રહે છે, પરંતુ તરબૂચ આ જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જો તમે રોજ તરબૂચ ખાઓ છો અથવા તેનુ જ્યુસ પીવો છો તો શરીરમાં પાણીની કમી નથી થતી અને તમારું શરીર લુ લાગવા જેવી સમસ્યાઓથી બચાવી શકાય છે.

આ પણ વાંચો : સૂકી દ્રાક્ષનું કરો સેવન, થશે આ ફાયદા

વજન ઘટાડવા માટે ઉપયોગી

તરબૂચનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં કેલોરીનું પ્રમાણ ઓછુ હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પેટ જલ્દી ભરાઈ જાય છે જેનાથી અન્ય વસ્તુ ખાવાનુ મન નથી થતું. તેમાં પાણી પણ ઘણું હોય છે જે શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢે છે, આ સાથે જ શરીરને ડિહાઇડ્રેટ પણ થવા દેતું નથી. દરરોજ તરબૂચનો રસ પીવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે, જેથી શરીર થાક અને નબળાઈ અનુભવતું નથી. વજન પણ ઘટાડે છે.

કિડની સ્વસ્થ રાખે

તરબૂચનો રસ પીવાથી શરીરના ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે, તેથી તે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સાથે શરીરને ડિટોક્સ કરવાને કારણે ત્વચા પણ ચમકદાર બને છે. તરબૂચનો રસ ત્વચાને તાજગી આપે છે.

ઈમ્યૂનિટી મજબૂત થાય

તરબૂચના સેવનથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. તેમાં રહેલુ વિટામિન સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં રહેલું ફાઇબર આંતરડાને ઠીક રાખે છે અને વિટામિન એ ઈમ્યૂન સિસ્ટમને ઈન્ફેક્શનથી બચાવે છે. 

આ પણ વાંચો : દૂધીનુ જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશરથી મળશે છૂટકારો, તેના સિવાય પણ છે અનેક લાભ

માંસપેશિઓમાં દુખાવાથી રાહત 

માંસપેશિઓમાં થતાં દુખાવાથી રાહત મેળવવા માટે પણ તમે તરબૂચનું સેવન કરી શકો છો, તેમાં રહેલ ઈલેક્ટ્રોલાઈટ્સ અને એમીનો એસિડ સાઈટ્રલાઇન મસલ્સ પેઈનને દૂર કરવામાં મદદ કરે છે. 

બ્લડ પ્રેશરને રાખે નિયંત્રણમાં

તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ સાઈટ્રલાઇન નામનો એમિનો એસિડ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં પોટેશિયમ પણ હોય છે જે એક્સરસાઇઝ દરમિયાન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 

આ પણ વાંચો : PM Kisan : જગતના તાત માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે eKYC માટેની છેલ્લી તારીખ લંબાવી

આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More