Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમે પણ ગરમ પાણીથી સ્નાન કરો છો ? તો ચેતજો થશે આ ગંભીર બીમારી

શિયાળામાં મોટા ભાગના લોકો ગરમ પાણીથી નહાતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ગરમ પાણીથી નહાવાના ફાયદાની સાથે તેનાથી કેટલાક નુકસાન પણ થાય છે. ફાયદાની વાત કરીએ તો તેનાથી સ્ટ્રેસ અને ટેન્શન દૂર રહે છે પરંતુ નુકસાન ઘણા બધા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
bath
bath

શિયાળામાં મોટા ભાગના લોકો ગરમ પાણીથી નહાતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ગરમ પાણીથી નહાવાના ફાયદાની સાથે તેનાથી કેટલાક નુકસાન પણ થાય છે. ફાયદાની વાત કરીએ તો તેનાથી સ્ટ્રેસ અને ટેન્શન દૂર રહે છે પરંતુ નુકસાન ઘણા બધા છે. તો ચાલો આજે એ જાણીએ કે ગરમ પાણીથી ન્હાવાથી કેટલુ નુકશાન થાય છે.

ગરમ પાણીથી ન્હાવાથી થતું નુકશાન

  • ગરમ પાણી આંખોમાં પહોંચે છે તો તેનાથી આંખોની ગરમી ઓછી થઈ જાય છે જેનાથી આંખમાં રેડનેસ અને પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.
  • જો તમને વાળ ખરવાની સમસ્યા છે તો ગરમ પાણીથી ક્યારેય ન ન્હાવુ જોઈએ. કેમ કે ગરમ પાણીથી વાળ ખૂબ જ ખરે છે.
  • વાળો માં મોઇશ્ચર ઓછું થઈ જાય છે જેનાથી વાળ સૂકા થઈ જાય છે.
  • ગરમ પાણીથી ચહેરાની પ્રાકૃતિક નમી ઓછી થઈ જાય છે.
  • પ્રાકૃતિક નમી ઓછી થવાથી ચહેરા પર ખીલ વધારે થાય છે.
  • શિયાળાના સમયમાં ત્વચા પહેલાથી જ સુખી હોય છે જો તેના પર ગરમ પાણી નાખવા માં આવે તો ત્વચા વધારે રૂખી થઈ જાય છે. એવી સ્થિતિમાં ખંજવાળની સમસ્યાનો સામનો કરવો પડે છે
  • વારંવાર ગરમ પાણીથી નહાવામાં આવે તો ત્વચા પર જલ્દી કરચલીઓ આવી જાય છે કારણ કે ગરમ પાણીથી સ્કિનને નુકશાન થાય છે.
  • વધારે ગરમ પાણી સ્કિનને ડલ બનાવે છે અને સ્કિનની ચમક ઓછી થઈ જાય છે.
  • ગરમ પાણીથી હાથ, પગ અને નખ પર ખૂબ જ ખરાબ અસર પડે છે કારણ કે જો તમે તમારા નખને સાફ અને સારા રાખવા ઈચ્છો છો તો નહાવા માટે વધારે ગરમ પાણીનો બિલકુલ ઉપયોગ ન કરો.
  • આજના યુગમાં ઘણા બધા લોકોમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છે જોકે હવે બજારમાં ઘણા બધા શેમ્પુ આવે છે જે તેને હટાવવામાં મદદ કરે છે પરંતુ ગરમ પાણી નો નહાવા માં ઉપયોગ કરો છો તો આ સમસ્યા વધી જાય છે.

હવે તમે ગરમ પાણીથી નહાવાના નુકસાનનો વિશે જાણી ગયા હશો. જો જરૂરતથી વધારે ગરમ પાણીથી ન્હાવ છો તો તેનાથી ઘણા બધા નુકશાન પણ થાય છે. જ્યારે પણ તમે ગરમ પાણી ન્હાવ તો ધ્યાન રાખો કે પાણીનું તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસથી વધારે ન હોવું જોઈએ. તેના સાથે ગરમ પાણીથી વધારે સમય સુધી નહાવું પણ ન જોઈએ.

આ પણ વાંચો - આ છે સ્નાન કરવાની સાચી રીત, આટલા મિનટ સુધી સ્નાન કરવું નહિતર...

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More