Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Ginger Side Effects : આદુનું વધારે પડતુ સેવન કરવાથી થઈ શકે છે સ્વાસ્થ પર આડ અસરો

આદુ

KJ Staff
KJ Staff
આદુના નુકશાન
આદુના નુકશાન

આપણે ત્યા સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં આદુની માંગ ખૂબ જ વધી જતી હોય છે. અલબત આદુ ખાવાના જેટલા લાભો છે તેની તુલનામાં કેટલાક ગેરલાભ પણ રહેલા છે. તેની ચોક્કસ સંજોગોમાં આપણા શરીરમાં આડઅસરો સર્જાઈ શકે છે. સામાન્ય રીતે આદુનો ઉપયોગ વિશેષ કરીને ચા બનાવવાથી લઈ વિવિધ પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે.

અલબત અત્રે એ બાબત પણ નોંધવી જરૂરી છે કે આદુનું વધારે પડતુ સેવન કરવાથી તમારા આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે. આજે અમે તમને આદુના વધારે પડતા સેવનથી શું નુકસાન થઈ શકે છે તે અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

છાતીમાં બળતરા

આદુનું સેવન એસિડ રિફ્લક્સને ઓછું કરવાનું કામ કરે છે, જેથી વધારે સેવન કરવાથી એસિડની સમસ્યા વધે છે, તેને લીધે છાતીમાં સતત બળતરા થાય છે.

ડાયેરિયા (ઝાડા)

વધારે પડતું આદુનું સેવન કરવાથી ડાયેરિયા (ઝાડા) જેવી બીમારી પણ થઈ શકે છે, કારણ કે આદુ ગરમ પડે છે અને ઉલ્ટીનો શિકાર પણ બનાવી શકે છે.

ગર્ભાવસ્થાને લગતી સમસ્યા

ગર્ભાવસ્થામાં આદુનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ, કારણકે તેને લીધ મહિલાને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ કે બ્લડ પ્રેશર ઘટવું વગેરે.વધારે પડતા આદુના સેવનને લીધે ગર્ભમાં રહેલા શીશુ પર અસર થઈ શકે છે. એટલું જ નહીં આદુની તાસીર ગરમ હોય છે, જેથી બ્લીડિંગ પણ થઈ શકે છે, જે બાળકો માટે બિલકુલ યોગ્ય નથી.

ત્વચાને લગતી સમસ્યા

જો તમે આદુનું વધારે પડતુ સેવન કરતા હોય તો તમારી ત્વચાને રૈશેજની સમસ્યા થઈ શકે છે. તે લાલ અને સામાન્ય પીળા નિશાન પહેલા ચહેરા પર પડે છે, ત્યારબાદ છાતીમાં તેની અસર દેખાય છે. બાદમાં શરીરના અન્ય ભાગમાં ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિના શરીર પર આ પ્રકારની આડઅસર દેખાય તો આદુ ખાવાનું બંધ કરી દો. આ સાથે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરવો જોઈએ.

પીરિયડમાં સમસ્યા

આદુની તાસીર ગરમ હોય છે, માટે મહિલાઓએ પીરિયડ્સ સમયે તેનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે પીરિયડના સમય ગાળામાં આદુનું વધારે પડતુ સેવન કરવાથી હૈવી બ્લડિંગની સમસ્યા થઈ શકે છે, આ કારણથી પીરિયડ્સ લાંબા સમય સુધી રહી શકે છે.

આંખની એલર્જી

આદુનું વધારે પડતુ સેવન કરવાથી આંખને લગતી સમસ્યા થઈ શકે છે. તેનાથી આંખમાં ડ્રાઈનેસની સમસ્યા થઈ જાય છે.

પિત્તાશયની પથરી

જો કોઈને પથરીની સમસ્યા હોય તો તે માટે વધારે પડતું આદુ આરોગવું ખતરનાક સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યુસિસનું નિર્માણ થઈ શકે છે, જે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More