Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કેલ્શિયમની ગોળી હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ વધારી શકે છે – અભ્યાસ

આજકાલની જીવનશૈલીમાં અનિયમીત ખાન-પાનને કારણે સામાન્ય રીતે 30ની ઉંમર પછી હાડકા નબળા પડવા લાગે છે. તેવામાં ઘણી વાર એવુ જોવામાં આવ્યુ છે કે હાડકામાં દુખાવો થવો, સાંધામાં દુખાવો થવો અથવા સ્નાયુમાં ખેંચાણ થવા પર લોકો તબીબી તપાસ કરાવ્યા વગર પોતાની જાતે જ કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ અથવા કેલ્શિયમની ગોળીઓ લેવાનું શરૂ કરી દે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Calcium tablets may increase risk of death from heart attack
Calcium tablets may increase risk of death from heart attack

કેમ કે તેમને એવુ લાગે છે કે હાડકાને  મજબુત બનાવવા માટે તે જરૂરી છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ એક મિનરલ છે, જે ન માત્ર હાડકાં, દાંતને સ્વસ્થ રાખે છે, પરંતુ ચેતા, હૃદય, સ્નાયુઓ, રક્ત સંબંધિત સમસ્યાઓને દૂર રાખવા માટે પણ જરૂરી છે.

ડેઈલી મેલમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મેડિકલ ટેસ્ટ કરાવ્યા વગર કેલ્શિયમની ગાળી લેવી જોખમી બની શકે છે. આ જોખમ ખાસ કરીને ત્યારે વધી જાય છે જ્યારે તમે તેને શરીરમાં શોષવા માટે જરૂરી વિટામિન-ડી ન લેતા હોવ.

આ પણ વાંચો:ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે? જાણો આ બંનેના લક્ષણો

 

અભ્યાસ કેવી રીતે થયો?

બ્રિટનના 2,650 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો, જે મુજબ કેલ્શિયમની ગોળીઓથી પુખ્ત વયના લોકોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ લગભગ એક તૃતીયાંશ એટલે કે સામાન્ય લોકો કરતા 33% વધારે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ કે અલગથી લેવાયેલ કેલ્શિયમ શરીરમાં શોષાય નહીં તો હૃદયની અંદરના એઓર્ટિક વાલ્વનું ખુલવુ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. આ અભ્યાસના તારણો મેડિકલ જર્નલ 'હાર્ટ'માં પ્રકાશિત થયા છે.

આ સાથે, સ્ટેનોસિસ વાલ્વ લીફલેટ્સ પર કેલ્શિયમના સ્તરને કારણે તેમની ખોલવાની અને બંધ કરવાની ક્ષમતા પર અસર થાય છે. તેનાથી શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત પ્રવાહ ઓછો થઈ જાય છે. અમેરીકાના ઓહાયોમાં ક્લીવલૈંડ ક્લીનીક ફાઉંડેશનના રીસર્ચર્સ જેમણે પાંચ વર્ષ સુધી દર્દીઓના ફોલોઅપ લીધા, અભ્યાસ દરમિયાન તેમને જાણવા મળ્યુ કે આની સાથે વિટામિન ડી ન લેવાથી હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ડબલ થઈ જાય છે. આની પહેલા 2010માં બ્રિટિશ મેડિકલ જર્નલની એક રીપોર્ટમાં જણાવાયુ હતુ કે કેલ્શિયમ લેનારાઓમાં હાર્ટ એટેકનો દર નોંધપાત્ર રીતે વધારે છે, ત્યારબાદ 2019માં ટફ્ટ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 27,000 અમેરિકન પુખ્ત વયના લોકોના રેકોર્ડનું વિશ્લેષણ કર્યું અને કેલ્શિયમના વધારે ડોઝ અને કેન્સર વચ્ચેની કડી શોધી કાઢી.

 નેચરલ કેલ્શિયમ શ્રેષ્ઠ છે.

કેલ્શિયમ હાડકા અને દાંતો માટે જરૂરી છે. તેની ઉણપથી બાળકોમાં રિકેટ્સ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રિકેટ્સ એક એવી સ્થિતિ છે, જે બાળકોમા હાડકાના વિકાસને અસર કરે છે. જે બાદમાં ઓસ્ટિઓમાલેસીયા અને ઓસ્ટીયોપોરોસીસ જેવી પણ તકલીફો ઉભી કરે છે. તેથી, કેલ્શિયમની ઉણપને પહોંચી વળવા માટે, વ્યક્તિએ તેના નેચરલ સ્ત્રોત તરફ જવું જોઈએ. જે ડેરી પ્રોડક્ટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને કેટલીક માછલીઓમાં સરળતાથી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:કાચું પનીર શરીરની અનેક સમસ્યાઓને કરશે દૂર

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More