Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ફિંડલા નામક ફળના ચમત્કારિક ફાયદા, અનેક બીમારીઓને ભગાડવામાં છે કારગર

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ(થોર) પર ઉગતું ફળ છે.

Himanee Chauhan
Himanee Chauhan
Prickly Pear Cactus
Prickly Pear Cactus

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ(થોર) પર ઉગતું ફળ છે.

અનેક રોગોમાં ફિંડલા છે મહત્વનું

કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યને અમૂલ્ય બક્ષીસ આપી છે. એ પૈકીની એક વનસ્પતિ કાંટાળો થોર છે. આ થોર ઉપર થતા ફળને ફિંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફિંડલા અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ફિડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. ફિંડલા જેને ગુજરાતમાં ઘણા સ્થળોએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડિંડલા ( ફિંડલા ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર(Prickly Pears) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળનો રંગ પાક્યા પછી જાંબલી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે તે નોપાલ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia Ficus –Indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવા હોય ત્યાં જોવા મળે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.

ફિંડલા છે પોષક તત્ત્વોથી ભરપૂર

ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો અનેક મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેટ્ચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશીર્વાદરુપ છે.

કેન્સર સામે આપે રક્ષણ

થોરના લાલ કલરના ફળ હોય છે જેને થોરના ડિંડાના નામે ઓળખાય છે આ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તે કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે.

શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે

થોરમાં અનેક એવા દ્રવ્યો પણ હોય છે કે જે શરીરમાં હિમોગ્લોબીનની માત્રાને વધારી દે છે.જેને કારણે શરીરમાં નવું લોહી બને છે અને એનાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફિંડલામાં લોહીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલે જે વ્યક્તિને હિમોગ્લોબિનની ખામી હોય તે લોકો માટે ફિંડલા વરદાન સમાન છે. અને એનિમિયા સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

વજન ઘટાડવામાં કરશે મદદ

ફિંડલા જે વ્યક્તિને વજન ઓછું કરવું હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને ફિંડલામાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે જેનાથી તમારુ વજન ઘટશે. ઉપરાંત ફિંડલા કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ફિંડલાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ખામી થતી નથી.

પેટની તકલીફોનુ કરશે સમાધાન

જે લોકોને પેટમાં ચાંદા પડ્યા હોય અથવા તો પેટની કોઈ પણ ફરિયાદ હોય તો તેને માટે ફિંડલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. થોરનું દૂધ લગાવવાથી મસા તરત જ નીકળી જાય છે. અને દુખાવો પણ થતો નથી. આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની ખામીને કારણે દાંત કે હાડકામાં દુખાવો થાય છે. તો તમને કેલ્શિયમની ખામી હોય છે. તે ખામી દૂર કરવા માટે ફિંડલા ખુબજ ઉપયોગી છે.

આ પણ વાંચો : ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્ય રહેશે નિરોગી

આ પણ વાંચો : શિયાળામાં ખાલી પેટ આ વસ્તુ ખાઓ થશે ઘણો ફાયદો

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More