સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો શિયાળામાં સૂકી દ્રાક્ષ ખાય છે. કારણ કે તેનો પ્રભાવ ગરમ હોય છે.આજે અમે તમને પલાળેલી સૂકી દ્રાક્ષના ફાયદા જણાવીશું.
સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જો તમે ઇચ્છો તો, તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો. પરંતુ આ માટે તમારે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી રાખવી જોઈએ અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.
સૂકી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. તેમાં નેચરલ સુગર પણ હોય છે. સૂકી દ્રાક્ષ ખાવાની યોગ્ય રીત છે કે તેને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ફૂલી જાય ત્યારબાદ તેને ખાઓ અને દ્રાક્ષના પાણીને પી જાઓ.
સૂકી દ્રાક્ષને મુનાક્કા પણ કહેવામાં આવે છે, આ ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણુ જ ફાયદાકારક છે. તેમાં કેટેચિન્સ નામનું એન્ટિ-ઓક્સિડેન્ટ અને ફેમ્ફેફરલ નામના ફલેવોનોડ હોય છે. જે આંતરડાની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તેમાં પોલિફેનોલિક, ફાયટોન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે. જે આંખોના સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૂકી દ્રાક્ષમાં અનેક એવા ખાસ ગુણ રહેલા છે. જે ખાવાથી તમને ખૂબ જ ફાયદો થશે.
બ્લડ પ્રેશરને કરે નિયંત્રિત
સૂકી દ્રાક્ષ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, તેમાં રહેલ પોટેશિયમ તત્ત્વ તમને હાયપરટેન્શનથી બચાવશે. ઉપરાંત સૂકી દ્રાક્ષનું સેવન કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે, અને પેટની તકલીફ દૂર કરે છે.
હ્રદયને લગતી બીમારીમાંથી આપે રાહત
સૂકી દ્રાક્ષનુ સેવન કરવાથી હ્દયને લગતી બીમારીઓમાંથી છૂટકારો મળે છે, લાંબા સમયની સૂકી ખાંસી કે દમની સમસ્યા હોય તો સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણો ફાયદો થશે. લાંબા સમયથી સૂકી ખાંસીથી પરેશાન વ્યક્તિએ રોજ સૂકી દ્રાક્ષનુ સેવન કરવુ જોઈએ. આના સેવનથી ટીબીના દર્દીઓને રાહત મળશે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ખાલી પેટે પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી વજન ઘટાડી શકાય છે. તેની અંદર જોવા મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ લેવાથી વજન નિયંત્રણમાં રહે છે. તેથી, જો તમે દરરોજ સવારે સૂકી દ્રાક્ષ ખાઓ છો, તો તમે સ્થૂળતાનો શિકાર બનવાથી બચી શકો છો.
આંખો માટે પણ ઉપયોગી
પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાના ઘણા ફાયદા છે, તેનાથી આંખોની નબળાઈ દૂર થાય છે. સૂકી દ્રાક્ષમાં વિટામીન A, બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખની સમસ્યા, મોતિયા અને નબળી પ્રકાશની સમસ્યાને દૂર કરે છે. આવી સ્થિતિમાં નિયમિતપણે પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી તમે તમારી આંખોને સ્વસ્થ બનાવી શકો છો.
વાળ માટે છે ફાયદાકારક
જો તમને વાળ સંબંધિત સમસ્યા હોય તો તમારે પલાળેલી સૂકી દ્રાક્ષનું નિયમિત સેવન કરવું જોઈએ. તેમાં હાજર આયર્ન અને વિટામિન સી વાળ ખરવાની સમસ્યાને ઓછી કરે છે. વાળની ચમક અને મજબૂતી માટે તમારે સૂકી દ્રાક્ષ પણ ખાવી જોઈએ. આના કારણે વાળ ઘટ્ટ થાય છે અને ડેન્ડ્રફ અને સ્કાલ્પને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
દાંતની સમસ્યા કરે છે દૂર
સૂકી દ્રાક્ષમાં ડ્રમસ્ટીકમાં ફાયટોકેમિકલ હોય છે. જેના કારણે દરેક પ્રકારની દાંતની સમસ્યા દૂર થઈ જાય છે. રાત્રે પાણીમાં પલાળીને સૂકી દ્રાક્ષ સવારે ખાલી પેટ ખાવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે.
આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી
Share your comments