Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમે પણ કોબીજને કરો છો હેટ, આ આર્ટિકલ વાંચીને તમે શરૂ કરી દેશો કોબીજને લવ કરવાનું

શું તમે પણ કોબીજને હેટ કરો છો અને જમવામાં અવોઈડ કરો છો. તો આ આર્ટિકલ ખાસ આપના માટે છે.. કોબીજને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

રેગ્યુલર ડાયટમાં કોબીજને સામેલ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં ડાયટરી ફાયબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મેગનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન કે, સી, બી6, ફોલેટ, થાયમિન જેવા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. પણ શું તમે જાણો છો કે માત્ર કોબીજ ખાવાથી જ તેના ફાયદા મળે છે એવું નથી તમે કોબીજના પાન અને તેના રસનો પણ ઘણી સમસ્યાઓમાં ઉપયોગ કરી શકો છો.

cabbage
cabbage

પાચનમાં સુધાર

કોબીજ અદ્રાવ્ય ફાઈબરથી ભરપુર હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ્ય બનાવે છે. તેમાં વધારે રેશા હોય છે. જેના કારણે પાચન ક્રિયા સારી રાતે થાય છે અને પેટ ઠીક રહે છે. તેનાથી કબજીયાતની ફરીયાદ પણ નથી રહેતી.

વજન ઉતારવામાં મદદરૂપ

જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેઓએ તેમના આહારમાં કોબીનો સમાવેશ કરવો જોઈએ. રાંધેલી કોબીમાં માત્ર 33 કેલરી હોય છે, જે તમારા શરીરને પુષ્કળ એનર્જી પણ આપે છે અને શરીરમાં ચરબી જમા થવા દેતી નથી. તમે તેને સૂપ, શાકભાજી, સલાડના રૂપમાં લઈ શકો છો.

આંખો માટે ફાયદાકારક

કોબીજનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બીટા કેરોટીન વધી જાય છે. જે આંખો માટે ફાયદાકારક છે. જેનાથી આંખો સારી રહે છે અને મોતિયાનું જોખમ પણ ઘટી જાય છે.

ઈમ્યુનિટીને કરી નાંખશે બુસ્ટ

કોબીજમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. જેમાં રહેલુ વિટામિન સી એવા રેડિકલ્સને બહાર કાઢે છે, જે તમને કોઈ પણ બિમારીનો શિકાર બનાવી શકે છે.

આ પણ વાંચોઃ શરદી કે તાવમાં ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ઉલમાંથી પડશો ચૂલમાં

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More