Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સફરજનની છાલ પણ ઉપયોગી, વાંચો તેના ફાયદા

કેટલાંક લોકોની આદત હોય છે કે સફરજન ખાતા સમયે સફરજનની છાલ કાઢી નાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સફરજનની છાલ પણ સફરજન જેટલી જ ફાયદાકારક હોય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Healthy Benefits Of Apple Peel
Healthy Benefits Of Apple Peel

સફરજનની છાલ પોષકતત્ત્વોથી ભરપૂર

કહેવત છે કે દિવસમાં એક સફરજન ખાવાની આદત આપણને ડોક્ટરથી દૂર રાખે છે. સફરજનની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જો સફરજનની છાલ કાઢીને ફેંકી દેવામાં આવે તો ફળમાં રહેલ પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટી જાય છે, ખાસ કરીને ફાઈબરનું પ્રમાણ સફરજનની છાલ કાઢી દેવાથી ઘટી જાય છે. માટે તમે છાલ સહિત જ સફરજનનુ સેવન કરો તે જ યોગ્ય રહેશે. તો આજે અમે તમને જણાવીશું કે સફરજનની છાલ તમારા આરોગ્ય તંદુરસ્તી માટે કેવી રીતે ફાયદાકારક છે. અને સફરજનની છાલ તમને કઈ બીમારીઓથી બચાવશે.  

  • ભરપૂર રોગપ્રતિકાર શકિત વધારશે (ઈમ્યૂનિટી બૂસ્ટર)
  • વજન ઘટાડવમાં મદદરૂપ
  • આંખો માટે ફાયદાકારક
  • કેન્સરનો ખતરો ઘટાડવામાં કરશે મદદ
  • હ્રદય રોગનુ જોખમ ઘટાડશે

 

  • ભરપૂર રોગપ્રતિકાર શકિત વધારશે (ઈમ્યૂનિટી બૂસ્ટર)

સફરજનની છાલ ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે સફરજનની છાલ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. જે ઈમ્યૂનિટીની સાથે રોગ સામે લડવાની ક્ષમતા પણ વધારે છે. એટલા જ માટે સફરજનને છાલ સાથે ખાવુ ખૂબ જ ફાયદાકારક છેય

 

  • વજન ઘટાડવમાં મદદરૂપ

સફરજનની છાલ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે અનેક બીજી રીતે પણ ઉપયોગી છે. સફરજનની છાલથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ઉલ્લેખનીય છે કે સફરજનની છાલમાં ફાઈબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. અને કહેવાય છે કે ફાઈબરનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.  જેથી કરીને તમે જમશો ઓછું અને તમારા વજન વધવાની સમસ્યામાં ઘટાડો થશે.  

 

  • હ્રદય રોગનું જોખમ ઘટશે

સફરજનની છાલ હ્દય રોગના જોખમને પણ ઘટાડે છે, સફરજનની છાલમાં ઘણાં પ્રકારના એન્ટી-ઓક્સિડેન્ટ મળી આવે છે. જે શરીરમાં પોલીએનસૈચ્યુરેટેડ ફેટના ઓક્સિકરણની પ્રક્રિયાને અટકાવે છે. અને જો સફરજનને છાલની સાથે ખાવામાં આવે તો તેનાથી હ્દય સ્વસ્થ રહે છે.

  • આંખો માટે ફાયદાકારક

સફરજનમાં વિટામીન A પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. તેમજ મોતિયા એટલે કે ગ્લોકોમાના જોખમથી લોકોને સુરક્ષિત રાખે છે. એટલા જ માટે મહત્વપૂર્ણ છે કે તમે રોજ છાલ સાથે એક સફરજન ખાઓ.

  • કેન્સરનો ખતરો ઘટાડવામાં કરશે મદદ

સફરજનની છાલમાં ઘણાં એન્ટી-ઓક્સિડેન્ટો હોય છે, જે કેન્સરથી રક્ષણ કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે સફરજનની છાલમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટો સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો : લીંબુની છાલથી ઘટશે વજન, જાણો લીંબુની છાલના અનેક ફાયદાઓ

આ પણ વાંચો : રાત્રે ગરમ પાણી પીવાથી પણ થાય છે અનેક ફાયદા, આવો જાણીએ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More