Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

2 ગજ અંતર ઉપરાંત કોરોના સામે લડવા પ્રતિરોધક ક્ષમતા પણ ખૂબ જરૂરી છે

KJ Staff
KJ Staff
Healthy Fruits
Healthy Fruits

વર્તમાન સમયમાં કોરોના મહામારી સમગ્ર દેશમાં સતત ફેલાવો કરી રહી છે. સમગ્ર વિશ્વ તેની ઝપટમાં આવી ગયું છે અને વૈશ્વિકસ્તર પર હજું સુધી તેના પર નિયંત્રણ મેળવી શકાયુ નથી. તેને અટકાવવા માટે દરેક દેશ પોતાને ત્યાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં તેનો ફેલાવો અટકાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રસી જ તેનો સચોટ ઈલાજ છે. અલબત આ સમયમાં એકમાત્ર બચાવ રસી જ છે. આ માટે જરૂરી છે કે સોશિયલ ડિસ્ટસ્ટિંગનું આપણે લોકો પાલન કરીએ અને 2 ગજ અંતર રાખીને ચાલીએ. આ માટે જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગને આપણે જાળવી રાખીએ અને 2 ગજ અંતરનું પાલન ખૂબ જ જરૂરી છે. તો ચોક્કસપણે આ રીતે આપણે આ બીમારીનો સામનો કરી શકીએ છીએ. એવું પણ નથી કે આ વાઈરસથી સંક્રમિત થયા બાદ લોકોને સારું થતુ નથી. સંક્રમિત થયા બાદ પણ સારું થવાની સંભાવના વિશેષ હોય છે. જો શરૂઆતથી જ આપણે આપણી રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત હોય તો તેનાથી આ રોગ અને વાઈરસનું જોખમ રહેતુ નતી. આ સંજોગોમાં આપણે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત કરવી જોઈએ, તે કોઈ પણ વ્યક્તિની પ્રાથમિકતા હોવી જોઈએ. તો ચાલો આપણે સૌ આ માટે સાથે મળી મહેનત કરીએ અને આપણી પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા માટે અસરકારક પદ્ધતિઓ અપનાવીએ તેમ જ કોરોના જેવી મહામારીથી બચવા માટે આપણે વધુ મજબૂત બનીએ.

શું કરવું જોઈએ

રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે વિચાર કરવાને બદલે આપણે સ્વસ્થ્ય અને સંતુલિત આહાર પર વિશેષ ભાર આપી તે અંગે વિચાર કરીએ તે વિશેષ જરૂરી છે. જ્યારે એ નિર્ણય લેવાનો હોય કે પ્રતિકારક ક્ષમતા પ્રણાલીની મદદ માટે ઉત્પાદનોની ખરીદી કરવાની છે તો ચોક્કસપણે વિટામીન અને મિનરલ્સ આપણને મદદ કરી શકે છે. જ્યારે તમે કોઈ ખાસ ચીજની અછતનો અહેસાસ કરતા હોય પણ જો તમે એક સ્વાસ્થ્ય સંતુલિત આહાર મેળવી રહ્યા હોય અને નિયમિતપણે વ્યાયામ કરવો જોઈએ. આ સાથે હર્બલ ચીજવસ્તુઓનો તમારા ભોજનમાં વપરાશ વધારવો જોઈએ, જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારશે.

ભોજનમાં હર્બલ વિટામીન અને મિનરલ્સનું પ્રમાણ વધારો

આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને સ્વસ્થ્ય રાખવા માટે વિટામિન મિનરલ્સની ખૂબ જ આવશ્યકતા રહેલી હોય છે, જે લોકોમાં વિટામિન ડી જે વિટામીન સી ની ઉણપ હોય તેમણે આ વિટામીન પૂરક સ્વરૂપમાં આવશ્યક છે. જોકે ભોજનથી વિટામીન અને મિનરલ્સ સારા પ્રમાણમાં મેળવી શકાય છે. માટે જો આપણે પોષક ભોજન લઈ રહ્યા હોઈએ તો એવી શક્યતા છે કે આપણે તે પોષણ મળી રહ્યું છે, જેથી આપણે આવશ્યક છે કે આ સૂચન આપવા માટે કોઈ પૂરાવા નથી કે વિટામીનના સ્તરને વધારવાથી આ બિમારી સામે લડવા માટે વધારાની ઉર્જા આપશે. પણ તે ચોક્કસ છે કે જો તમે હર્બલ ઔષધિયોનો નિયમિતપણે ઉપયોગ કરો છો તો ચોક્કસપણે.

તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત થશે.

ખૂજ બ જટિલ છે રોગપ્રતિકારક પ્રણાલી

કોરોના વાઈરસને લીધે થતાા મોતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમની પ્રતિકારક ક્ષમતા કમજોર થઈ ગયેલી છે. આ સંજોગોમાં સંપૂર્ણપણે લડવાના આપણા પ્રયત્નો ઘણી વખત આ પ્રણાલીને વધારે સારી બનાવવા પર અટકેલી છે. જોકે, પ્રતિરોધક ક્ષમતા વધારે જટિલ પ્રક્રિયા છે. અને તેને લઈ અનેક પ્રકારના ભ્રમ પણ છે. તેને દૂર કરવા જરૂરી છે. તે સામાન્ય ધારણા છે કે પ્રતિરક્ષા પ્રણાલી તે છે કે જેમાં આપણે સરળતાથી પ્રભાવિત કરી શકીએ છીએ. જોકે તે સમયે સંદેહ થાય છે કે જ્યારે આપણને ખબર પડે છે કે તે કેટલી જટિલ છે શિક્ષા પ્રણાલીના સંકડો વિવિધ પ્રકારની કોશિકાઓ હોય છે તે એક પ્રકારના કામકાજ કરે છે પછી લોકોની ઓળખ કરવાની હોય કે પછી નષ્ટ કરવાની હોય. આ માટે એક વિશેષ પ્રકારની પ્રક્રિયા શરીરની અંદર હોય છે.

આપણા શરીરમાં પ્રત્યેક ક્ષણ વિવિધ ભાગો એકબીજાના સંપર્કમાં હોય છે.જીવનની પરંપરાગત પ્રક્રિયાઓને આજે આપણે સરળતાથી એટલા સમજી શક્યા નથી. આ ક્ષેત્રમાં સતત સંશોધન થઈ રહ્યું છે અને નજીકના ભવિશ્યમાં આ પ્રક્રિયાને સમજવામાં સફળતા મળી શકે છે. વિસ્તારથી અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે પ્રતીક્ષા પ્રણાલીના બે ભાગ હોય છે. પ્રથમ સહજ પ્રતિક્રિયા અને બીજો અર્જિત પ્રતિક્રિયા રોગાણુઓને બહાર કાઢીને સમસ્યા પર પોતાની પ્રતિક્રિયા આપે છે. તેને લીધે આપણને તાવ અને બેચેનીનો અહેસાસ થાય છે. અર્જિત પ્રક્રિયામાં રોગાણુઓથી લડવા માટે તે સેલ્સની ઓળખ કરવામાં આવે છે કે જે તેમની સામે લડવા સક્ષમ હોય છે. ત્યારબાદ આ સેલ્સને લડવા માટે મોકલવામાં આવે છે.

પ્રતિરોધક ક્ષમતાને કેવી રીતે વધારશો

આપણે સૌ માટે આ સમયમાં જરૂરી છે કે તમે પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરી તે માટે પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપતા રહો. તમામ લોકોએ આહારમાં બદામ અને અખરોટનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં રોગપ્રતિરોધક ક્ષમતા ખૂબ જ વિકસિત થાય છે. આ ઉપરાંત લીલા અને લાલ રંગના શાકભાજીનું જેવન કરી વધારે પ્રમાણમાં યોગ કરવાની જરૂર છે. આ શાકભાજીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને સ્વસ્થ્ય રાખે છે. ફળોનું સેવન પણ વધારવું જોઈએ. તેમા રસીલા ફળો ખૂબ જ લાભદાયક છે. સંતરા અને લીંબુ મોસંબીનું પણ સેવન કરતા રહેવું જોઈએ. જેથી તમારામાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થશે. આ સમય દરમિયાન ડાઈટિંગની પણ જરૂર નથી. પૌષ્ટીક આહાર લેવાની સાથે એ ધ્યાનમાં રાખવું કે ભોજનને વધારે પ્રમાણમાં પકવશો નહીં. તેનાથી ભોજનમાં રહેલા કેટલાક આવશ્યક તત્વનો નાશ થાય છે. શરીર માટે તે ખૂબ જ જરૂરી છે.

Share your comments

Subscribe Magazine