Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના શુ છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો ?

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
farmer asset
farmer asset

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

સહાય કોને મળવાપાત્ર

વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી 150 દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. 150 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

સુધારેલ સહાય ધોરણ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.

અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોય)
અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી

  • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટમ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
  • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)\પી.એમ. રીપોર્ટ
  • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
  • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
  • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
  • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
  • બાંહેધરી પત્રક
  • પેઢીનામુ
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
  • વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે

ફોર્મ અને ઠરાવ

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના ઠરાવો જોવા માટે અહી ક્લિક કરો..

આ પણ વાંચો - રાજ્યમાં ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના લઘુતમ વેતનદરમાં સુધારો કરાયો

આ પણ વાંચો - PM AWAS YOJANA ની નવી સૂચીમાં તમારુ નામ છે કે કેમ? આ રીતે કરો ચેક

આ પણ વાંચો - ગાય આધારિક ખેતીની સહાય માટે પશુપાલકો 19મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More