કહેવત છે કે દીકરી વ્હાલનો દરિયો, અને દીકરીના જન્મથી પરિવારના માન, સન્માન, સંપત્તિ બધામાં વધારો થાય છે. તો આવી જ વ્હાલસોયી દીકરીના જન્મ માટે કોઈ પરેશાની ન થાય તે માટે ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજનાની શરૂઆત કરી છે.
વ્હાલી દીકરી યોજના શું છે ?
- વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગતગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.
- વ્હાલી દીકરી યોજના અંતર્ગત પરિવારના પહેલા બે બાળકો પૈકીની એક દીકરી હશે તો તેને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળી શકશે. વ્હાલી દીકરી યોજનાને કારણે કન્યાની ભૃણ હત્યા થતી અટકશે તેમજ કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે.
- વ્હાલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ લે ત્યારે તેને રૂપિયા 4000, નવમાં ધોરણમાં પ્રવેશ લે ત્યારે રૂપિયા 6000 તથા દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા 1લાખ આપવાની વ્યવસ્થા આ યોજનામાં કરવામાં આવી છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ
- દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
- શિક્ષણમાં દીકરીઓનું ડ્રોપઆઉટ ઘટાડવુ.
- દીકરીઓ અને તમામ સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
- બાળલગ્ન અટકાવવા
આ યોજના માટે અરજીપત્ર ક્યાંથી મેળવશો
‘વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ ICDS કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.
આ યોજનામાં અરજી કરવાની સમય મર્યાદા
તારીખ 2 ઓગસ્ટ, 2019 બાદ જન્મેલી દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત આ યોજના માટે અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : તમારા ઘરની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ ખાતું ખોલો, 44,793 રૂપિયાની માસિક આવક થશે
કોને મળી શકે છે લાભ
- તારીખ 2 ઓગસ્ટ, 2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
- એક દંપતિની વધુમાં વધુ બે દીકરીઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે.
- દંપતિની પ્રથમ અને બીજી દીકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- પ્રથમ દીકરો અને બીજી બન્ને દીકરી જોડીયા કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
- દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ.
માતા-પિતાની આવક મર્યાદા
‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન બે લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
આ પણ વાંચો : તમારા ઘરમાં થયુ છે નવા મહેમાનનું આગમન, તો રેશનકાર્ડમાં આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન ઉમેરી શકો છો નામ
જરૂરી દસ્તાવેજ
- દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાના આધારકાર્ડ
- માતાના જન્મનું પ્રમાણપત્ર
- માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)
- નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ
વધુ માહિતી માટે અહીં સંપર્ક કરો
ગ્રામ સ્તરે : આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત
તાલુકા સ્તરે : જે તે તાલુકાની ‘સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS) ની કચેરી
જિલ્લા સ્તરે : મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી
આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા
આ પણ વાંચો : Stand-up India Scheme : મહિલાઓને મળશે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન
Share your comments