Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે એપ થકી તેમને શીખવાડવામાં આવશે વાંસની ખેતી

દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવીને તેમની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક સ્કીમ બહાર પાડવામાં આવી છે, જેમ કે લખપતિ દીદી અને ડ્રોન દીદી. એજ સંદર્ભમાં હવે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ માટે કેન્દ્ર સરકાર એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવીને તેમની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક સ્કીમ બહાર પાડવામાં આવી છે, જેમ કે લખપતિ દીદી અને ડ્રોન દીદી. એજ સંદર્ભમાં હવે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ માટે કેન્દ્ર સરકાર એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ સરકાર દેશમાં વધી રહેલી વાંસની ખેતીને જોતા મહિલાઓને વાંસની ખેતી કેવી રીતે થાય છે તેની તાલીમ આપશે. સરકાર દ્વારા દેશની 10 લાખ ગ્રામીણ મહિલાઓને વાંસની ખેતી શીખવાડીને લખપતિ દીદી હેઠળ આત્મનિર્ભર બનાવવામાં આવશે અને તેમની આવકમાં વધારો કરવામાં આવશે.

ગુજરાતી સહિત 7 ભાષાઓમાં આપવામાં આવશે તાલીમ

સારા પરિણામો મળ્યા બાદ, યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશનની ભાગીદારીમાં દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ તેને દેશના તમામ રાજ્યોમાં પ્રમોટ કરવા પર એક સેમિનારનું આયોજન કર્યું છે. ખેતી દ્વારા ટકાઉ ગ્રામીણ આજીવિકા, મહિલા સશક્તિકરણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા સેમિનારમાં વાંસની ખેતી પરનું ભારતનું પ્રથમ મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સાત પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેથી તેના દ્વારા નાની જમીન ધરાવતાં મહિલા ખેડૂતો પણ વાંસની ખેતી વિશે જરૂરી માહિતી મેળવી શકશે.

મહિલાઓ માટે લોન્ચ કરવામાં આવી એપ

આ સેમિનાર દરમિયાન ગ્રામીણ વિકાસ મંત્રાલયના અધિક સચિવ ચરણજીત સિંહ અને USAID કેરટેકર મિશન ડાયરેક્ટર એલેક્ઝાન્ડ્રિયા હ્યુર્ટાએ UGAO એપ લોન્ચ કરી, જે એક ડિજિટલ સાધન છે. આ ડિજિટલ ટૂલ નાના જમીનધારક મહિલા ખેડૂતો માટે રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે. આ એપ ફોરેસ્ટ સ્ટેવાર્ડશીપ કાઉન્સિલ (FSC) પ્રમાણપત્ર માટે સપ્લાય ચેઈન બનાવવામાં પણ મદદ કરશે, જે વાંસના ઉત્પાદનોની માંગ અને નિકાસની સંભાવના વધારશે. વિકાસ મંત્રાલયના ગ્રામીણ આજીવિકાના સંયુક્ત સચિવ સ્વાતિ શર્માએ જણાવ્યું હતું કે મિશનનો એક ભાગ ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા અને વાંસની ખેતી દ્વારા તેમને ટકાઉ આજીવિકા પૂરી પાડવાનો છે.

વાંસની વધતી માંગણી

તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર આર્થિક તકો જ નથી પ્રદાન કરશે, પરંતુ તે પર્યાવરણીય સ્થિરતામાં પણ યોગદાન આપશે, ઉદ્યોગ ફાઉન્ડેશનના સહ-સ્થાપક નીલમ છિબ્બરે જણાવ્યું હતું કે વાંસની ખેતીમાં ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની અને અસંખ્ય મહિલાઓના જીવનમાં સુધારો લાવવાની ક્ષમતા અને અપાર શક્યતાઓ છે. DAY-NRLM સાથે ઉદ્યોગ ફાઉન્ડેશનની ભાગીદારી USAID ના નિર્માતા-માલિકીની મહિલા સાહસો પ્રોજેક્ટની સફળતા પર આધારિત છે. આ અંતર્ગત, 37 મહિલા માલિકીના સાહસો અને ખેડૂત ઉત્પાદક જૂથોમાં 10,000 થી વધુ મહિલાઓને એકત્ર કરવામાં આવી છે. આ મહિલા નિર્માતાઓએ છેલ્લા પાંચ વર્ષમાં $3 મિલિયનથી વધુના માર્કેટ ઓર્ડર પૂરા કર્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More