Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

અદ્ભૂત છે સરકારી ગૅરંટીવાળી આ સ્કીમ જેમાં થઇ જશે તમારા રૂપિયા ડબલ

શું તમે તમારા પૈસાને બમણા કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ પોસ્ટ ઑફિસની એક જોરદાર યોજના વિષે કે જેનું નામ છે ‘કિસાન વિકાસ પત્ર’. આ એવી યોજના છે કે જેમાં તમે રોકાણ કરી શકો, પૈસા ડબલ કરી શકો અને મોજ કરી શકો છો. પોસ્ટ ઑફિસની આ યોજનામાં રોકાણથી રોકાણકારોને તેમના પૈસા સુરક્ષિત કરવા અને સારા વળતરની ગૅરંટી મળે છે એટલે છે આ યોજના તમને ચિંતામુક્ત કરી દે, તેવી છે. આ યોજનામાં વ્યાજ દર અને રોકાણને બમણા થવાનો સમયગાળો સરકાર દ્વારા નક્કી સમયના આધારે કરવામાં આવ્યો છે. INDIA POSTની વેબસાઇટમાં જણાવાયા અનુસાર કિસાન વિકાસ પત્રમાં પાકતી મુદ્દત 124 મહિના છે એટલે કે આ યોજનામાં હવે ગ્રાહકનું રોકાણ 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બમણુ થઈ જશે.

KJ Staff
KJ Staff
Kisan Vikar Patra

  • 30 સપ્ટેમ્બર સુધી વ્યાજ દર 6.9 ટકા નક્કી થયો
  • ગ્રાહકનું રોકાણ 10 વર્ષઅને 4 મહિનામાં બમણુ થઈ જશે
  • રોકાણકારોને તેના પૈસા સુરક્ષિતકરવા અને સારા વળતરની પૂરેપૂરી છે ગૅરંટી

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી ખાસ જરૂરી છે. આ યોજનામાં સિંગલ ઍકાઉંટની સાથે જૉઇંટ ઍકાઉંટ પણ ચાલી શકે છે. આ કિસાન વિકાસ પત્ર યોજના સગીરો માટે પણ ઉપલબ્ધ છે, પણ તેના રોકાણનું ધ્યાન ગાર્ડિયને રાખવાનું રહેશ. કિસાન વિકાસ પત્રમાં 1000, 5000 , 10000 અને 50000 રૂપિયા સુધીના સર્ટિફિકેટ્સ છે કે જેની ખરીદી કરી શકાય છે.

જાણો કેટલું મળે છે વ્યાજ :

કિસાન વિકાસ પત્રમાં રોકાતા નાણા પર વ્યાજ દર વર્ષ 2021ના બીજા ક્વૉર્ટર એટલે કે 30 સપ્ટેમ્બર સુધી 6.9 ટકા નક્કી થયો છે. અહીં તમારું રોકાણ 124 મહિનામાં જ ડબલ થઈ જશે. તમે એક વારમાં મહત્તમ 1 લાખ રૂપિયા રોકી શકો છો. તમને મૅચ્યોરિટી પર એટલે પાકતી મુદ્દતે રૂપિયા 2 લાખ મળશે. 124 મહિના એ આ સ્કીમમાં મૅચ્યોરિટી પીરિયડ છે.

કિસાન વિકાસ પત્રને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાંટ્રાંસફર કરી શકાય છે. કિસાન વિકાસ પત્રને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાંસફર કરી શકાય છે. કિસાન વિકાસ પત્રને પાસબુકના ફૉર્મમાં રજુ કરવામાં આવે છે.

રોકાણની કોઈ મર્યાદા નથી કે જેથી મની લૉંડરિંગનો ખતરો પણ છે. એ માટે સરકારે 2014માં 50 હજારથી વધુ રોકાણ પર પાન કાર્ડ ફરજિયાત કર્યું છે. જે રોકાણકારો 10 લાખ અથવા તેનાથી વધુનું રોકામ કરે, તો તેમણે ઇનકમ પ્રૂફ પણ જમા કરાવવાનું રહેશે કે જેમાં આઈટીઆર, સૅલેરી સ્લિપ અને બૅંક સ્ટેટમેંટ પણ આપવું પડશે. આ ઉપરાંત ઓળખ કાર્ડતરીકે આધાર કાર્ડ આપવું પડશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More