Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખેડૂતોને 2 લાખ રૂપિયાનું ઈનામ આપશે રાજ્ય સરકાર, જાણો શરતો અને અરજીની પ્રક્રિયા

સરકાર કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજનામાં, છત્તીસગઢ સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. ખૂબચંદ બઘેલ પુરસ્કારથી સન્માનિત કરવા જઈ રહી છે, જેમાં 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
reward of Rs 2 lakh to the farmers
reward of Rs 2 lakh to the farmers

જણાવી દઈએ કે આ એવોર્ડ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે ખેડૂતોની પસંદગી કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

કોણ અરજી કરી શકે છે (ડૉ. ખૂબચંદ બઘેલ એવોર્ડ)

માત્ર છત્તીસગઢ રાજ્યના વતનીઓ જ આ એવોર્ડ માટે અરજી કરવા પાત્ર છે. એટલે કે, આવા ખેડૂતો કે જેઓ છેલ્લા 10 વર્ષથી છત્તીસગઢમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે અને ખેડૂતની કુલ વાર્ષિક આવકના 75% માત્ર ખેતીમાંથી જ કમાય છે.

આ પણ વાંચો:સોલાર લાઈટ ટ્રેપ યોજના : બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ કરવામાં મળશે સોલિડ મદદ

 

પસંદગી તેમજ મૂલ્યાંકન માટે માપદંડ (ડૉ. ખૂબચંદ બઘેલ પુરસ્કાર)

ડૉ. ખૂબચંદ બઘેલ પુરસ્કાર મેળવવા માટે ખેડુતો માટે પસંદગી એન મુલ્યાંકનના માપદંડ

  • પાકની ઉત્પાદકતા માટે નવી કૃષિ તકનીક અપનાવવામાં આવી, જેનાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે.
  • અદ્યતન કૃષિ તકનીકને પ્રોત્સાહન આપવા અને અન્ય ખેડૂતો દ્વારા અપનાવવા પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • છેલ્લા 3 વર્ષમાં વિવિધ પાકોની ઉત્પાદકતાનું સ્તર જોવામાં આવશે.
  • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં ખેડૂત દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર અને નવીન કાર્ય
  • કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોની પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી (ડૉ. ખૂબચંદ બઘેલ એવોર્ડ)

ડો.ખુબચંદ બઘેલ એવોર્ડ મેળવવા માટે, ખેડૂતોએ વરિષ્ઠ કૃષિ વિકાસ અધિકારી અને કૃષિ વિભાગના કાર્યાલયની વેબસાઇટની મુલાકાત લઈને પોતાનુ અરજીપત્રક ભરવાનું રહેશે. ખેડૂતોની પસંદગી માત્ર જિલ્લા કક્ષાની સ્ક્રીનીંગ કમિટી અને રાજ્ય કક્ષાની જ્યુરી દ્વારા કરવામાં આવશે. અને અરજી ફોર્મમાં ભરેલ વિગતોની ચકાસણી માટે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:Biopesticides પર એક લાખ ખેડૂતોને મળશે 90% સબસિડી, વાંચો કેવી રીતે થશે ફાયદા

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More