Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

સોલાર લાઈટ ટ્રેપ યોજના: ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે અપાશે સબસીડી

ખેતી તથા બાગાયતી પાકોમાં પાક રક્ષણ કરવું ખૂબ અગત્યની બાબત છે. ખેતીના પાકો જેવા કે કપાસ, દિવેલા, એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટેની ટ્રેપ લોકપ્રિય બનેલી છે. જેને સોલાર લાઈટ ટ્રેપ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને Gujarat Solar Light Trap Yojana નો લાભ આપવામાં આવે છે. આજે આ આર્ટિકલ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Solar Light Trap Scheme
Solar Light Trap Scheme

કૃષિ, ખેડૂત કલ્યાન અને સહકાર વિભાગ દ્વારા Solar Light Trap Yojana અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં પાક સંરક્ષણ માટેની છે. ખેડૂત યોજના દ્વારા ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે.

ખેડૂતોને પાકસંરક્ષણ માટે બેટરી પંપ સહાય યોજના તથા જમીન સુધારણા માટે Tractor Sahay Yojana અને રોટાવેટર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રધાનમંત્રી સોલાર યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના pdf તથા કુસુમ સોલાર યોજના લાભ આપવામાં આવે છે. પરંતુ આ પોસ્ટ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજનાની અરજી કેવી રીતે કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે માહિતી જાણીશું. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી પગલાં લેવાના કારણે ખેતી પાકો અને બાગાયતી પાકોમાં નોંધપાત્ર વૃદ્ધિ થયેલી માલૂમ પડેલ છે. ઘણા પ્રયત્નો છતાં જંતુ અને કીટકોના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં વિવિધ સ્તરે નુકશાન તથા બગાડ થતો જણાય છે. ખેડૂતોને ખેતીમાં આ બગાડ ન થાય તે માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. પાક સંરક્ષણ માટે સૂર્ય પ્રકાશ ટ્રેપ સહાય દરે સોલાર લાઇટ ટ્રેપ યોજના મારફતે આપવાનું નક્કી કરેલું છે.

ખેડૂતો માટે નવી યોજના રાજ્ય સરકાર બહાર પાડે છે. જેમાં સોલાર લાઇટ ટ્રેપ યોજનામાં ખેડૂતોને સાધનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનની 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • ખેડૂતોઓએ I khedut Portal 2023 પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: અખિલ ભારતીય કિસાન સભા 20 માર્ચે સંસદનો ઘેરાવ કરશે

Solar Light Trap Scheme
Solar Light Trap Scheme

ખેડૂત લાભાર્થીએ સોલાર યોજના 2022 યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરવામાં આવે છે. જેમાં અગાઉથી સહાયનું ધોરણ નક્કી થયેલું છે, જે નીચે મુજબ છે.

સ્કીમનું નામ મળવાપાત્ર લાભ

NFSM Commercial Crop અનુસુચીત જાતિ અને અનુસુચિતત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ.4500/ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે. તથા અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.

ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજના એસ.સી/એસ.ટી જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ. 4500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે. અને અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માટે ikhedut portal બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂત યોજનાઓના Online Arji સ્વીકારવામાં આવે છે. સોલાર લાઈટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  1. ખેડૂત જમીન ધરાવતો હોય તે જમીનની 7-12 નકલ
  2. રેશનકાર્ડની નકલ (Ration Card)
  3. લાભાર્થીના આધારકાર્ડની નકલ
  4. એસ.સી.નો હોય તો તેનું સર્ટિફિકેટ
  5. એસ.ટી.નો હોય તો તેનું પ્રમાણપત્ર
  6. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  11. બેંક ખાતાની પાસબુક
  12. મોબાઈલ નંબર

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More