Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Pm Kusum Yojana ખેડૂતોને ફાયદો, પી.એમ કુસુમ યોજના સોલાર પંપ, ખેડૂતોની આવક માં કરશે વધારો

ખેતી કરતા ખેડૂતોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી કેન્દ્ર સરકારની પી.એમ કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબ-સીડીનો લાભ આપવા માં આવી રહ્યો છે, આ યોજાનાનો લાભ રાજયના દરેક ખેડૂતોને મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સીધો ફાયદો રાજયના આર્થિક રીતે નબળા ખેડૂતોને મળશે,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
સોલાર પંપ (ફાઈલ ફોટો )
સોલાર પંપ (ફાઈલ ફોટો )

ખેતી કરતા ખેડૂતોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી કેન્દ્ર સરકારની પી.એમ કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબ-સીડીનો લાભ આપવા માં આવી રહ્યો છે, આ યોજાનાનો લાભ રાજયના દરેક ખેડૂતોને મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સીધો ફાયદો રાજયના આર્થિક રીતે નબળા ખેડૂતોને મળશે,

પી.એમ કુસુમ યોજના વિશે

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવા માં આવે છે, જેમાં પી.એમ કુસમ યોજના હેઠળ રાજય અને દેશના ખેડૂતોને સોલાર પંપ લગાડવા માટે સરકાર તરફથી સબ-સીડી આપવામાં આવે છે, જેની અંદર ખૂબજ ઓછી કીમત માં ખેડૂતોને સોલાર પંપ પોતના ખેતરમાં લગાવી શકે છે, માટે આ યોજના હવે ખેડૂતો સુધી પહોચે માટે સરકાર મહત્વના પગલા પણ લઇ રહી છે.

સોલાર પંપ (ફાઈલ ફોટો )
સોલાર પંપ (ફાઈલ ફોટો )

યોજનાનો લાભ લેવા જરૂર પડતી જમીની જગ્યા

રાજયનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે, તેના માટે ખેડૂતો પાસે ૪ એકર અથવા ૫ એકર જમીન હોવી જોઈએ. જેથી કરીને તે જમીન માં સોલાર પંપ રાખી ૧૫ અથવા ૨૦ લાખ યુનિટ વિજળીની બચત કરી શકે છે,   

પી.એમ કુસમ સોલાર પંપ યોજના માં કેટલી સબસીડી મળે ?

કેન્દ્ર સરકાર દ્વારા ૪૫% આ યોજનાની સબસીડી મળે છે, તદ્દ-ઉપરાંત  રાજય સરકાર દ્વારા ૩૦% આ યોજનાનો અલગ થી ફાયદો આપવા માં આવી રહ્યો છે. એટલે કે બંને મળીને કુલ ૭૫% ફાયદો ખેડૂતોને પી.એમ કુસમ યોજના અંતર્ગત મળી રહ્યો છે.

પી.એમ કુસમ યોજના માટે કયા દસ્તાવેજો જોઈએ ?

સોલાર પંપની યોજનાની સબસીડી લેવા માટે દસ્તાવેજ ખુબજ જરૂરી છે, પરંતુ પ્રક્રિયા ખુબજ સરળ છે, તો જાણો, સૌ પ્રથમ આધારકાર્ડ, રેશનીગકાર્ડ, બેંક પાસબુકની કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટા અને જમીન દસ્તાવેજની કોપી સાથે ચાલુ મોબાઈલ નંબર અવશ્ય હોવો જોઈએ જેના પર OTP માટે રજીસ્ટ્રર કરી શકે. ત્યાર બાદ આ બધા દસ્તાવેજ જમા કરાવ્યા બાદ તમને SMS દ્વારા જાણ કરવા માં આવશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રકિયા

પી,એમ કુસમ યોજનાનો લાભ લેવા Gujarat Energy Development Agency ની વેબસાઈટ પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More