Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

‘વન નેશન - વન રેશન કાર્ડ યોજના’

કોરોના મહામારીએ માત્ર દેશની અર્થ વ્યવસ્થાને નુકસાન નથી પહોંચાડ્યુ પરંતુ દેશના સામાન્ય લોકોની આજિવિકાને પટરી પરથી હટાવી દીધી છે. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ‘વન નેશન-વન રેશન કાર્ડ યોજના’ની શરૂઆત કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
One Nation, One Ration Card Scheme
One Nation, One Ration Card Scheme

વન નેશન- વન રેશન કાર્ડ યોજના હેઠળ દેશભરના નાગરિકોને કોઈપણ એફપીએસ (FPS) માંથી અનાજ મળી શકે છે. તો ચાલો આજે આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

વન નેશન – વન રેશન કાર્ડ યોજના શું છે ?

વન નેશન – વન રેશન કાર્ડ યોજના થકી સામાન્ય જનતા હવે કોઈ પણ પીડીએસ દુકાન સાથે બંધ નહી રહે અને દુકાન માલિકો પર નિર્ભરતા પણ ઘટશે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. આ સ્કીમથી સરકાર તમામ રેશનકાર્ડ ધારક માટે કેન્દ્રીય ભંડાર બનાવીને અને તેમને આધાર સાથે જોડીને ફુલ પોર્ટેબલિટીની સુવિધા આપશે. તેના કારણે લોકોને સરળતા રહેશે કારણ કે તેઓ કોઈ એક રેશનની દુકાન સાથે ખરીદી સાથે મજબુર નહી હોય, તમામ લાભાર્થીઓ તેમના રેશન કાર્ડ  સાથે દેશમાં ગમે ત્યાં નોંધણી કરાવીને સરળતાથી રેશન મેળવી શકશે. સરકારની આ યોજના એક વરદાન સમાન જ છે.

દેશના 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ   

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં જોડાવવા માટે માત્ર વાસ્તવિક રાજ્યો જ બાકી છે. અને અન્ય તમામ રાજ્યો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અને આ યોજનાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પણ પોતાના સ્તર પર કામ કરી રહી છે. જેથી કરીને સામાન્ય જનતાને આ યોજનાનો મહત્તમ લાભ મળી શકે. મહત્વની વાત છે કે તમામ રાજ્યોના લોકો એક જ રેશન કાર્ડથી દેશમાં ગમે ત્યાંથી રાશન કાર્ડ મેળવી શકે છે.

વન નેશન – વન રેશન કાર્ડ સ્કીમના ફાયદા


- સ્કીમનો સૌથી મોટો ફાયદો ગરીબોને મળશે.

- એક સ્થળથી બીજા સ્થળે શિફ્ટ થનારા પ્રવાસીઓને આ સ્કીમનો લાભ મળશે.5
- નકલી રેશનકાર્ડને અટકાવી શકાશે.

- તમામ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને અને પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા અનાજ વહેંચવાની વ્યવસ્થા ઝડપથી ચાલુ કરવામાં આવશે.
- 85 ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઇ ચુક્યા છે. 
- 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે. 

- ભ્રષ્ટાચારીઓ અને વચેટિયાઓ ખતમ થશે.

 - ખોરાકની સલામતી જળવાઈ રહેશે.

આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More