મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા પાડવાની દેશભરમાં પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
માત્ર એક સપ્તાહમાં મળી જશે સહાય
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઈમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ,આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પુરો પાડે છે. આવી યોજનાના લાભાર્થીઓને સિંગલ નોડલ એજન્સી દ્વારા માત્ર એક સપ્તાહમાં સહાય મળી જશે.
સહાય લાભાર્થીઓના ખાતામાં પહોંચી શકશે
આવી વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના,ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટેની દવાઓ,અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશમોડેલ-2ના દેશમાં સૌ પ્રથમ અપનાવાયેલ આ મોડેલ 2 ના મુખ્યમંત્રીએ કરાવેલા લોંચિંગના પરીણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થિઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે.
લાભાર્થીઓને એક સપ્તાહમાં સહાય મળશે
હાલ જે સહાય લાભાર્થી ને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે. ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ સંપન્ન કર્યું હતું. આ પ્રકારનું નવીન મોડલ-2 લોંચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.નેશનલ હેલ્થ મિશન ની વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડનું યોગ્ય આયોજન કરીને કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે.
ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2 નો પ્રારંભ
ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેમના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. પરીણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીને મળતી સહાય –લાભ પહોચાડવામાં સમય જતો હતોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશા દર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી અને દેખરેખની કામગીરી હેતુસર, સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2 નો પ્રારંભ કર્યો છે.
આ પણ વાંચો : એક એવી યોજના જેનાથી જગતના તાતને થશે લાભ
આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત
Share your comments