રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટે સરકારે નવી સુવિધા શરૂ કરી દીધી છે. જો તમારા ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો તમારા પરિવારમાં નવી પુત્રવધુનુ આગમન થયુ છે તો તમારે તેમનુ નામ રેશન કાર્ડમાં આ રીતે નામ ઉમેરી શકો છો.
કોરોના કાળમાં દેશમાં ગરીબોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેથી લોકોને આર્થિક મદદ અને સામાજિક મદદ મળી શકે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર દરેક ગરીબ પરિવારને રેશન કાર્ડ Ration Cardની સુવિધા પૂરી પાડે છે. આ કાર્ડ દ્વારા, દરેક મફત અથવા ખૂબ ઓછી કિંમતે અનાજ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા ઘણા પરિવારોને રેશન Ration Card Holderની સુવિધા મળે છે.
રાશનનો સામાન સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી દુકાનો Ration Card Shops પર જ મળે છે. દરેક પરિવારમાં વ્યક્તિઓની સંખ્યા અનુસાર લોકોને અનાજ આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન સરકારે 80 કરોડ લોકોને સસ્તા ભાવે દાળ, ચોખા અને ઘઉં આપ્યા હતા. જો તમારા પરિવારમાં કોઈ નાના મહેમાનનુ આગમન થયુ હોય તો તેનું નામ રેશન કાર્ડમાં ઉમેરવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે રેશન કાર્ડમાં અનાજનુ પ્રમાણ ઘરના કુલ સભ્યોના હિસાબ અનુસાર આપવામાં આવે છે. રેશનકાર્ડ ઘરના વડાના નામે જારી કરવામાં આવે છે. આ સિવાય ઘરના કુલ સભ્યોની સંખ્યા અનુસાર અનાજનુ પ્રમાણ નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Gyupsum : જીપ્સમના કારણે છોડમાં થતા લાભ વિશે આજે જ જુઓ સંપૂર્ણ માહિતી, જેનાથી મળશે વિપુલ પ્રમાણમાં ઊપજ
જો તમારા ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા પરિવારમાં નવી પુત્રવધૂ આવી હોય તો તમારે તેનું નામ રેશનકાર્ડમાં ઉમેરવું અનિવાર્ય છે, નહીં તો પરિવારના સભ્યો અનુસાર તમને ઓછું અનાજ મળશે. જો તમે રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માંગો છો, તો તમે તેના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે અરજી કરી શકો છો.
નવા સભ્યોનું નામ ઉમેરવા માટે આ દસ્તાવેજો છે જરૂરી : Documents Needed For Registration
- બાળકનો જન્મનો દાખલો Birth Certificate
- માતા-પિતાનું આધારકાર્ડ
- પુત્રવધુનું આધારકાર્ડ Aadhaar Card
- પતિનું આધારકાર્ડ
- લગ્નનું પ્રમાણત્ર Marriage Certificate
- રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો Passport Size Photo આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા
નવું નામ ઉમેરવા માટે આ રીતે કરો ઓનલાઈન અરજી How To Apply Online
- સૌપ્રથમ નામ ઉમેરવા માટે તમારા રાજ્યની ખાદ્ય પુરવઠાની વેબસાઈટ પર જાઓ
- ત્યારબાદ હોમપેજ પર જઈને, નામ ઉમેરવાના વિકલ્પને પસંદ કરો
- અને વિનંતી કરેલ તમામ દસ્તાવેજો અપલોડ કરીને નવા સભ્યનું નામ ઉમેરો
- ઉલ્લેખનીય છે કે ચકાસણી કર્યા બાદ થોડા જ દિવસોમાં નવા સભ્યનુ નામ તમારા રેશનકાર્ડમાં ઉમેરી દેવામાં આવશે.
ઓફલાઈન અરજી માટેની પદ્ધતિ Offline Registration
- ઓફલાઈન રીતે રેશનકાર્ડમાં નવા સભ્યનુ નામ ઉમેરવા માટે ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજો લઈને તમારે ખાદ્ય પુરવઠા કેન્દ્ર ખાતે જવાનુ રહેશે
- ત્યાથી આપેલા ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ ફોર્મની સાથે દસ્તાવેજોની ઝેરોક્ષ જોડીને ફોર્મ સબમિટ કરી દો.
- દરમિયાન તમારે થોડી ફી જમા કરાવવાની રહેશે
- ફોર્મ જમા કરાવ્યા બાદ તમને એક રસીદ આપવામાં આવશે.
- થોડા દિવસ પછી તમને તમારા ઘરના સરનામે રેશન કાર્ડ મળી જશે. આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojana :પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 11મો હપ્તો આવવાની છે તૈયારી
આ પણ વાંચો : PMFBY : સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ અભિયાન ચલાવશે.
Share your comments