Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

CM ભૂપેન્દ્ર પટેલે નવી IT પોલીસી કરી જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITes પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat To Increase IT Exports
Gujarat To Increase IT Exports

અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી.

દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઈ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ 9 જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે : CM

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે. આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. એમ તેમણે આ નવી આઇ.ટી પોલિસીની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે.

 

આ પોલિસી વડાપ્રધાનના 8 સપનાંઓ પૈકીનું એક સપનું: મુખ્યમંત્રી


વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી 2022-2027 લોન્ચ કરી છે અને આ નવી પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બે રોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે.

હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે: મુખ્યમંત્રી


મુખ્યમંત્રીએ આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ કે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે. એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે.મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

આ પણ વાંચો : સરકારે PM આવાસ યોજના હેઠળ રૂપિયા. 48000 કરોડની ફાળવણી કરી; 60 લાખ નોકરીઓનું સર્જન કરવાની ખાતરી આપી

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More