Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી યોજના, 2500 કરોડ ખર્ચ કરશે સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી Natural farming પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધવાની જરૂર છે. ઉપરાંત તેમણે કહ્યું હતુ કે કુદરતી ખેતી વધુ સારા ઉત્પાદનો લાવી શકે છે જેની કોઈ ‘આડઅસર’ નથી.

Himanee Chauhan
Himanee Chauhan
New Scheme To Promote Natural Agriculture
New Scheme To Promote Natural Agriculture

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી Natural farming પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધવાની જરૂર છે. ઉપરાંત તેમણે કહ્યું હતુ કે કુદરતી ખેતી વધુ સારા ઉત્પાદનો લાવી શકે છે જેની કોઈ ‘આડઅસર’ નથી.

ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધાશે

ભારત સરકાર ખેડૂતો માટે એક મહત્વકાંક્ષી યોજના લઈને આવી રહી છે, જેમાં કુદરતી ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ મંત્રાલય નવી કેન્દ્રીય યોજના સાથે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આ યોજના પર અંદાજિત 2,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મહત્વની વાત છે કે ટૂંક જ સમયમાં આ નવી યોજના કેબિનેટની મંજૂરી માટે મૂકવામાં આવશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે કહ્યું હતુ કે ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધવાની જરૂર છે.

કોઈ આડઅસરનહિવત્

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કુદરતી ખેતી વધુ સારા ઉત્પાદનો લાવી શકે છે જેની કોઈ ‘આડઅસર’ નથી. અધિકારીએ જણાવ્યું કે, હિતધારકો સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ, કુદરતી ખેતી અંગેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીની પ્રવર્તમાન પ્રણાલીમાં ખલેલ પહોંચાડ્યા વિના કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતીય ખેતાવાડી ક્ષેત્ર પર અનેક પ્રતિકૂળ અસર થવાની શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતીય ખેતાવાડી ક્ષેત્ર પર અનેક પ્રતિકૂળ અસર થવાની શક્યતા

2022માં વિશેષ દરખાસ્ત

મહત્વની વાત છે કે પ્રસ્તાવિત યોજના હેઠળ કુદરતી ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે સમર્થન આપવામાં આવશે. આ સિવાય તેમને વિસ્તૃત સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ 2022માં સરકારે દેશભરમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. તેની શરૂઆત ગંગા નદીના કિનારે ખેતરોના પાંચ કિલોમીટરના કોરિડોરથી થવાની હતી. સરકારી સંશોધન સંસ્થા NITI આયોગ અનુસાર, કુદરતી ખેતી એ રાસાયણિક મુક્ત પરંપરાગત ખેતી પદ્ધતિ છે. ભારતમાં પ્રાકૃતિક ખેતીને કેન્દ્રિય પ્રાયોજિત યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ નેચરલ ફાર્મિંગ સિસ્ટમ પ્રોગ્રામ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ પણ વાંચો : ખેતીવાડી ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલા ખેડૂતભાઈઓએ આ બાબતોની અચૂકપણે કાળજી રાખવી

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂપિયા 6 હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે 61 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેંક ખાતામાં રૂપિયા 10 હજાર કરોડ પ્રાપ્ત થયેલ છે.

આ પણ વાંચો : PM Kisan Mandhan Yojana 2022 : આ યોજના હેઠળ ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન મળશે દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન

આ પણ વાંચો : તમારા ઘરની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ ખાતું ખોલો, 44,793 રૂપિયાની માસિક આવક થશે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More