પડતર જમીનને લીઝ કરાર પર આપવા માટે સરકાર દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી છે, અને જે અંતર્ગત ખેડૂતો 6 વર્ષ સુધી પડતર જમીન પર મફતમાં ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ મિશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારે બાગાયતી ખેતી Horticulture Farming માટે માલિકીની પડતર જમીનને લીઝ કરાર પર આપવા માટે યોજના અમલમાં મુકી છે. ખેડૂતો 6 વર્ષ સુધી પડતર જમીન પર મફત ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ મિશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ પણ શરૂ કરવામાં આવ્યું, જેથી ખેડૂતો સરળતાથી ખેતીનો લાભ લઈ શકે. આ જ ઉદ્દેશ્યને આગળ ધપાવતા, રાજ્ય સરકારે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓમાં શરૂઆતમાં 50,000 એકર પડતર જમીનની ઓળખ કરીને ખેડૂતોને મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન હેઠળ ભાડા પર ખેતીની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : તમારા ઘરમાં થયુ છે નવા મહેમાનનું આગમન, તો રેશનકાર્ડમાં આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન ઉમેરી શકો છો નામ
પાંચ વર્ષ સુધી કોઈ ટેક્સ અથવા ભાડુ ચૂકવવાનું રહેશે નહીં
પ્રથમ પાંચ વર્ષ માટે, ભાડે લેનારાઓએ કોઈ ટેક્સ અથવા ભાડું ચૂકવવું પડશે નહીં. છઠ્ઠા વર્ષથી તેમની પાસેથી પ્રતિ એકર રૂપિયા 100 થી રૂપિયા 500 જેટલુ ભાડુ વસૂલવામાં આવશે. સિક્યોરિટી ડિપોઝિટના ભાગરૂપે જમીન ભાડે લેનાર ખેડૂતે પ્રતિ એકર રૂપિયા 2,500 ચૂકવવા પડશે અને તેમના માટે પાંચ વર્ષની અંદર લીઝ પરની જમીનનો વિકાસ કરવો ફરજિયાત રહેશે.
ખેડૂતોને મળશે આ સુવિધાઓ
ગુજરાત સરકાર પડતર જમીનના લીઝધારકોને ડ્રીપ સ્પ્રિંકલર ફુવારાઓ, વીજળી જોડાણો અને સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે પ્રાથમિકતા સહાય પૂરી પાડશે.
યોજનાનો કેવી રીતે લાભ લઈ શકશો
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે રાજ્યના કૃષિ વિભાગના આઈ-ખેડૂત પોર્ટલ I-Khedut Portal દ્વારા જમીન ફાળવણી માટે જમીન બ્લોક્સની સૂચિ પહેલેથી જ મૂકી દીધી છે. આ મિશન હેઠળ, અરજદાર ઓછામાં ઓછી 50-હેક્ટર એટલે કે 125 એકર અને વધુમાં વધુ 1000 હેક્ટર એટલે કે 400 એકર સુધીની પડતર જમીન માટે 30 વર્ષના લીઝ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : Jojoba Cultivation : ખેડૂતો કરી રહ્યા છે વિદેશી ખેતી, જોજોબાની ખેતી કરીને 150 વર્ષ સુધી મેળવી શકશો નફો
રોજગારીની તકોની છે આશા
લીઝધારકોએ માત્ર રાજ્ય સરકાર દ્વારા ઓળખાયેલ પાક જ ઉગાડવો પડશે, કારણ કે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો ઉદ્દેશ્ય મૂલ્યવર્ધન દ્વારા કૃષિ નિકાસમાં વધારો કરવાનો છે.
આ બાબતનું રાખવું પડશે ધ્યાન
મહત્વની વાત છે કે જો કોઈ લીઝધારક લીઝ સમયગાળા પહેલા જમીન પરત કરવા માંગે છે, તો તેને કોઈ વળતર આપવામાં આવશે નહીં.
સરકારી અને પડતર જમીન પર ખેતી માટે અરજી કરવાની રીત
જો તમે આ મિશનનો લાભ લેવા માંગતા હોવ અને મફત ખેતીની જમીન પર ખેતી કરવા માંગો છો, તો તમે તેની સત્તાવાર વેબસાઇટ midh.gov.in પર જઈ શકો છો.
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન
આ પણ વાંચો : National Live Stock Mission : બકરી પાલન માટે સરકાર આપે છે સબસિડી
Share your comments