હવે ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આઇ ખેડુત ગુજરાત ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ છે . સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતને રૂપિયા 6,000ની સહાય સ્માર્ટફોન માટેની મળે છે. ખેડૂત જાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતની વેબસાઈટ પર જઈ પોતાના નામની નોંધણી પણ કરાવી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ લાભ ખાલી રાજયના ખેડૂતો માટે છે. જેથી કરીને ખેડૂતોએ વાતનું ધ્યાન રાખવું જેના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. માટે નીચે આપેલ કોષ્ટકને અનુસરી ખેડૂતો એ આગળ વધવું.
Smartphone Sahay Yojana 2024
- યોજનાનું નામ - સ્માર્ટફોન સહાય યોજના 2024
- વિભાગનું નામ - કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
- અરજી શરુ તારીખ - 15/05/2023
- અરજી કરવાનો પ્રકાર - Online
- લાભ - રાજ્યના ખેડુતોને
- સત્તાવાર વેબસાઈટ - https://ikhedut.gujarat.gov.in/
હવે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવા માં આવતી મોબાઈલ સહાય યોજના માટે કયા-કયા દસ્તાવેજની જરૂર પડી શકે છે.જેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે, તેને યોગ્ય અને ચકાસીને આગળ વધવું
આ પણ વાંચો : Pm Kusum Yojana ખેડૂતોને ફાયદો, પી.એમ કુસુમ યોજના સોલાર પંપ, ખેડૂતોની આવક માં કરશે વધારો
મોબાઈલ સહાય યોજના 2024 માટે દસ્તાવેજની જરૂરિયાત
ખેડૂતના આધાર કાર્ડની નકલ
મોબાઈલની ખરીદી પર મળેલ જીએસટી નંબર વાળું બિલ
મોબાઈલના આઈ .એમ. આઈ નંબર સાથેનું બિલ
બેંક ખાતા પાસબુકની નકલ
જમીની નોધણીની નકલ
૮-અ ની નકલ
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા
ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
- જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
- ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ પૈકી એક જ ને લાભ મળશે.
ચાર્જર અને ઇયરબર્ડ જેવી કોઈ અન્ય વસ્તુ પર મોબાઈલ સહાય યોજનાનો લાભ નહીં મળી શકે
મોબાઈલ સહાય યોજના ખાલી અને ખાલી મોબાઈલની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરીજ જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
Share your comments