Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PM Kisan Samman : આ સ્કીમ હેઠળ તમને મળતા લાભની સ્થિતિ શું છે ? તે જાણી માહિતગાર બનો

PM કિસાન સન્માન નિધિ યોજના એક એવી મહત્વકાંક્ષી યોજના છે, જેમાં ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા 3 હપ્તામાં મળે છે. આ યોજનામાં પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે, તો બીજો હપ્તો ઑગસ્ટથી નવેમ્બરમાં મોકલવામાં આવતો હોય છે, અલબત્ત ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ મહિનાની અવધિ દરમિયાન મોકલવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે PM કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો કદાચ થોડાક દિવસોમાં આવશે. આ સંજોગોમાં જો ખેડૂતભાઇઓ આ જાણવાનું ઇચ્છતા હોય કે આ યોજનાની લેટેસ્ટ યાદીમાં તેમનું તથા ગામના કયા-કયા ખેડૂતભાઇઓના નામોનો સમાવેશ થાય છે, તો અમે તમને કેટલાક સરળ પગલાં વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરી તમે આ સંદર્ભે યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકો છો.

KJ Staff

યોજનામાં કોને-કોને પૈસા મળે છે ? તે કેવી રીતે જોશો ?

PM કિસાન સન્માન નિધિ યોજનામાં આશરે 11 કરોડ 17 લાખ ખેડૂતો રજિસ્ટર્ડ છે. આ પૈકી ઘણા ખેડૂતો એવા છે કે જેમને આ યોજના હેઠળ હપ્તા મળતા નહીં હોય. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે આધારનુ ફીડિંગ, આધાર કાર્ડ પર નામ તથા બૅંક ખાતાના નામમાં કંઇક તકલીફ હોઈ શકે છે. આ ઉપરાંત આધારની ખરાઈ એટલે કે ઑથેંટિકેશન થઈ શકી ન હોય, તો આ પણ કેટલાક કારણો પૈકીનું એક કારણ હોઈ શકે છે. જો તમે એ જાણવા ઇચ્છતા હોવ કે તમારા ગામમાં PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કયા-કયા ખેડૂતોને લાભ મળી રહ્યો છે ? તો તમે ઘરે બેઠા સરળતાથી આ અંગે માહિતી મેળવી શકો છો.  તમારે PM Kisan પોર્ટલ પર જઈ સમગ્ર ગામની યાદી જોઈ શકો છો. અહીં તમને એ વાતની જાણ થશે કે ગામમાં કયા-કયા ખેડૂતોને આ યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે.

તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે કયા સરળ પગલાં મારફતે આ પ્રક્રિયાને પૂરી કરવાની છે :

સૌથી પહેલા PM Kisan ની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.

ત્યાર બાદ તમને Payment Success  ટેબની નીચે ભારતનો નકશો દેખાશે કે જેની નીચે Dashboard લખ્યું હશે. તેના પર ક્લિક કરવું.

ત્યાર બાદ નવું પેજ ખુલીને સામે દેખાશે અહીંનું પેજ કે જ્યાં તમે તમારા ગામની સમગ્ર યાદી જોઈ શકો છો.

અહીં સૌથી પહેલા તમારે રાજ્યની પસંદગી કરવી. ત્યાર બાદ જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ કરવું.

હવે શો બટન પર ક્લિક કરવું.

ત્યાર બાદ તમે જેમની માહિતી મેળવવા ઇચ્છતા હોવ, તે બટન પર ક્લિક કરો. અહીં સમગ્ર માહિતી મળી જશે.

આ ઉપરાંત Village Dashboard ની નીચે 4 બટનો હોય છે. જો તમે એ જાણવા ઇચ્છતા હોવ કે આ યોજના હેઠળ કેટલા ખેડૂતોનો ડેટા મળ્યો છે ? તો Data Received પર ક્લિક કરી શકો છો. તે સાથે જ જે ખેડૂતોનો ડેટા પેંડિંગ છે, તે બટન પર પણ ક્લિક કરી શકાય છે.

જો તમે PM કિસાન સન્માન નિધિ સ્કીમ અંતર્ગત તમારું નામ નોંધાવી ચૂક્યા છો, તો ઘરે બેઠા સરળતાથી નામની યાદીમાં તમારું નામ તપાસી શકો છો. આ ઉપરાંત તમે એ પણ તપાસી શકો છો કે તમને આ યોજના હેઠળ ક્યાં સુધીમાં કેટલા હપ્તા મળી ચુક્યા છે ?

ચાલો આ અંગે અન્ય કેટલીક સરળ પ્રક્રિયા અંગે પણ તમને માહિતી આપીએ.

કેવી રીતે તપાસ કરશો કે અત્યાર સુધીમાં કેટલા હપ્તા મળ્યા છે ?

સૌથી પહેલા PM Kisanની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું

હવે તમને 'Farmers Corner'નો વિકલ્પ દેખાશે. ત્યાં ‘Beneficiary Status' ના વિકલ્પ પર ક્લિક કરો.

ત્યાર બાદ એક નવું પેજ ખુલીને સામે આવી જશે, જેની ઉપર આધાર નંબર, બૅંક ખાતા અથવા મોબાઇલ નંબર પૈકી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

જે વિકલ્પની પસંદગી કરી હોય, તેનો નંબર ભરવાનો હશે.

ત્યાર બાદ 'Get Data' પર ક્લિક કરવું

હવે તમામ વ્યવહારોની જાણકારી મળી જશે કે કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવ્યો છે અને કયા બૅંક ખાતામાં મોકલવામાં આવ્યો છે ?

એ બાબતનું ધ્યાન રાખશો કે અહીં તમને યોજનાના સાતમા હપ્તાને લગતી માહિતી પણ મળી રહેશે. 

જો તમને 'FTO is generated and Payment confirmation is pending’ લખેલ દેખાય છે, તો તેનો અર્થ એવો થાય છે કે તમારા ખાતામાં નાણાં ટ્રાંસફર થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તમારા ખાતામાં થોડા દિવસોમાં બાકીના હપ્તાની રકમ આવી જશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More