Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો

આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 ટકા ઈન્ક્રિમેન્ટની જોગવાઇ કરવામાં આવી છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 ટકા ઇજાફાને મંજૂરી આપવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Raghavji patel
Raghavji patel

આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 ટકા ઈન્ક્રિમેન્ટની જોગવાઇ કરવામાં આવી છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 ટકા ઇજાફાને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ એટલે કે આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન-2018 મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-2018 પ્રમાણે અમલીકરણ કરવા જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની સ્કીમ જેમાં દરરોજ 50 રૂપિયા જમા કરો, અને મેળવો 35 લાખનો ફાયદો

કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટને મંજૂરી મંત્રી રાઘવજીભાઈએ કહ્યુ  કે, ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં રૂપિયા 6 હજારના બદલે 12 હજાર, વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં 25 હજારના બદલે 30 હજાર અને આસિસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં 15 હજારના બદલે 20 હજાર રૂપિયા માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 ટકા ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 ટકા ઈજાફાને મંજુર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આત્મા યોજના પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી.

આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા

ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી આત્મા ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્મા’ યોજના હેઠળ જિલ્લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્ટેન્શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્નોથી રસ ધરાવતા ખેડૂતોના જૂથોની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More