એક વાર ફરિથી મહિન્દ્રા ટ્રેક્ટર્સએ ખેડૂતોની પહેલી મનગમતી કંપની બનીને દેખાડ્યો છે. એક રિપોર્ટમાં સામે આવ્યો છે કે સપ્ટેમ્બર 2024 માં ખેડૂતોએ સૌથી વધુ ટ્રેક્ટરની ખરીદી કરી છે અને તેમાં પણ મહિન્દ્રાના ટ્રેક્ટરોની ખેડૂતો દ્વારા સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. 13 મોટી ટ્રેક્ટર કંપનીઓ પાસેથી મળેલી માહિતી મુજબ સપ્ટેમ્બર 2024 માટે જથ્થાબંધ સ્થાનિક વેચાણના આંકડા મુજબ ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બરમાં સૌથી વધુ ટ્રેક્ટરનું વેચાણ થઈ છે, જેમાં મહિન્દ્રા ટેક્ટ્રર મોખરે છે. જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં કુળ 1,00.542 ટ્રેક્ટર ખેડૂતો દ્વારા ખરીદવામાં આવ્યા છે.
લણણી અને વાવણીના કારણે વધી ખરીદી
સ્થાનિક જથ્થાબંધ ટ્રેક્ટરના વેચાણના સપ્ટેમ્બરના આંકડા મુજબ આ વર્ષે સૌથી વધુ ટ્રેક્ટર છેલ્લા મહિને ખરીદવામાં આવ્યા છે. જેનું કારણ રવિ સિઝનની શરૂઆત અને ખરીફ પાકની લણણી હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે ખરીફ પાકોની લણણી સપ્ટેમ્બરમાં લગભગ પૂર્ણ થઈ જાય છે અને ઓક્ટોબરની શરૂઆતમાં રવિ પાકની વાવણી શરૂ થઈ જાય છે. જેથી કરીને લણણી અને વાવણી માટે સપ્ટેમ્બરમાં સૌથી વધુ ટ્રેક્ટરની વેચણી થઈ છે. તેમાં પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સૌથી વધુ ટ્રેક્ટર વેચાયા છે.
મહિન્દ્રાના કેટલાક ટ્રેક્ટર વેચાયા?
ખેડૂતોને મહિન્દ્રા ટ્રેક્ટર સૌથી વધુ પસંદ આવ્યા છે. સ્થાનિક જથ્થાબંધ વેચાણમાં મહિન્દ્રાએ સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ 43201 ટ્રેક્ટર એકમોનું વેચાણ કર્યું છે. ટાફે ગ્રુપ 17984 ટ્રેક્ટરના વેચાણ સાથે બીજા ક્રમે રહ્યું હતું. સોનાલિકાના 14309 ટ્રેક્ટર વેચાયા છે. આ પછી, 11985 એસ્કોર્ટ્સ કુબોટા, જ્હોન ડીરે 7004, ન્યૂ હોલેન્ડ 4503, પ્રીત 436, ઈન્ડો ફાર્મ 341, ACE 318 ટ્રેક્ટર વેચાયા છે. આ ઉપરાંત વીએસટી, કેપ્ટન અને એસડીએફ કંપનીના 55 થી 300 ટ્રેક્ટર યુનિટ વેચાયા છે.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.10 લાખ ટ્રેક્ટર વેચાયા
નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, 13 કંપનીઓએ સ્થાનિક સ્તરે 2,10,206 ટ્રેક્ટરનું જથ્થાબંધ વેચાણ નોંધાવ્યું છે. સપ્ટેમ્બર 2024માં સ્થાનિક બલ્ક ટ્રેક્ટરનું વેચાણ 1,00,542 યુનિટ નોંધાયું છે. અગાઉ ઓગસ્ટ 2024માં 50,134 યુનિટ વેચાયા હતા. અગાઉ જુલાઈ મહિનામાં 59,530 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું હતું.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 3.21 લાખ ટ્રેક્ટર વેચાયા હતા
નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ, મે અને જૂનમાં ટ્રેક્ટર્સનું સ્થાનિક જથ્થાબંધ વેચાણ નોંધાયું છે. આંકડા મુજબ એપ્રિલ મહિનામાં 76,945 ટ્રેક્ટરનું વેચાણ થયું હતું. મે મહિનામાં સૌથી વધુ 82,934 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું હતું અને જૂનમાં લગભગ 1 લાખ ટ્રેક્ટરનું વેચાણ થયુ હતો.
Share your comments