Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

લોકડાઉનમાં મહિન્દ્રાએ રજૂ કરી ઓફર, એસયુવી કારો પર 3 લાખથી વધારે છૂટ

કોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. આ જ કારણથી માર્કેટમાં ફરી એક વખત પકડ બનાવવા માટે કંપનીઓ વિવિધ ઓફર્સ રજૂ કરી રહી છે. આ ઓફરના ભાગરૂપે ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની મહિન્દ્રાએ તેના ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. લોકડાઉનને લીધે સેલ્સમાં આવેલા ઘટાડાને પૂરું કરવા માટે કંપની તેના ગ્રાહકોને 3.05 લાખ સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. અમે તમને જણાવવા માંગી છીએ કે કઈ ગાડી પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

KJ Staff

KUV100 NXT BS6

મહિન્દ્રાની એસયુવી કાર કેયુવી100 એનએક્સટી બીએસ6ની ગાડી ગ્રામીણ ભારતમાં તેની વિશેષ ઓળખ ધરાવે છે. તેની ખરીદી પર ગ્રાહકોને કંપની રૂપિયા 70,805 સુધીનો ફાયદો આપી રહી છે. આ એસયુવી પર કંપની 4 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે રૂપિયા 38,055 રોકડ ડિસ્કાઉન્ટ અને રૂપિયા 28750 રૂપિયા એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ કંપની તરફથી મળી રહ્યું છે.

XUV300 BS6

મહિન્દ્રા સબ-કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની ગાડી ખરાબ માર્ગો પર ચાલવા માટે સક્ષમ છે. આ ગાડી પર કંપની કુલ 69,500 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપી રહી છે. આ કારની ખરીદી પર રૂપિયા 4,500ની કોર્પોરેટ છૂટ, 35 હજારના રોકડ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયા સુધી એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સંપૂર્ણ ફેમિલીને એક સાથે સફર કરવામાં આ ગાડી સક્ષમ છે.

Scorpio BS6

Scorpio BS6 ને મહિન્દ્રાની સૌથી લોકપ્રિય એસયુવી માનવામાં આવે છે. તેની ખરીદી પર પણ કંપની 65 હજાર રૂપિયા સુધી છૂટ આપી રહી છે. તેની ખરીદી પર 5 હજાર રૂપિયાના કોર્પોરેટ છૂટ અને રૂપિયા 30-30 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More