કૃષિ ક્ષેત્રમાં આજના સમયમાં ટ્રેક્ટરની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. ખેડૂતો ટ્રેક્ટર ખરીદીને પોતાના કામને સહેલું બનાવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં મળી માહિતી મુજબ જુલાઈ 2024 ટ્રેક્ટરની વેચાણની દૃષ્ટિએ નિરાશાજનક રહ્યો છે. કારણ કે, એપ્રિલ, મે અને જૂનની સરખામણીએ જુલાઈમાં ટ્રેક્ટરનું સૌથી ઓછું વેચાણ થયું છે. જુલાઈમાં જૂનની સરખામણીએ અડધા વેચાણ નોંઘાયુ છે. જણાવી દઈએ ભારતમાં ટ્રેક્ટરના વેચાણ કરનારી 13 કંપનીઓ છે, જેમને છેલ્લા 4 મહિનામાં કુલ 3.21 લાખ ટ્રેક્ટરનું વેચાણ કર્યો છે. આ 13 કંપનીઓમાંથી ખેડૂતોની પહેલી પસંદ ફરીથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બનીને સામે આવી છે. મહિન્દ્રાએ સૌથી વધુ ટેક્ટરના વેચાણ કરીને ફરીથી એક રિકોર્ડ બનાવ્યો છે.
જુલાઈમાં થયું 59 હજાર ટ્રેક્ટરનું વેચાણ
જુલાઈના મહિનામાં લગભગ 59 હજાર ટ્રેક્ટરનું વેચાણ થયું છે, જેમાંથી અડધો ફક્ત મહિન્દ્રા દ્વારા વેચવામાં આવ્યો છે. અન્ય ટ્રેક્ટર ઉત્પાદકોમાં, જ્હોન ડીરે 5,614 ટ્રેક્ટર, એસ્કોર્ટ્સ 5,346, ન્યૂ હોલેન્ડ 2,201 અને કુબોટાએ 1,194 ટ્રેક્ટર વેચ્યા હતા. જ્યારે, કેપ્ટન, પ્રીત, ઈન્ડો ફાર્મ, VST, ACE અને SDF મળીને લગભગ 1600 ટ્રેક્ટર વેચ્યા છે. આ રીતે, તમામ 13 કંપનીઓ દ્વારા જુલાઈમાં કુલ 59,530 ટ્રેક્ટરનું વેચાણ કરવામાં આવ્યું હતું, જે જુલાઈ 2023માં થયેલા 58,395 ટ્રેક્ટરના વેચાણ કરતાં થોડું વધારે છે.
એપ્રિલથી જુલાઈ સુધીમાં કેટલા ટ્રેક્ટર વેચાયા
નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ, મે, જૂનમાં 3,21,390 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું છે. આંકડા મુજબ એપ્રિલ મહિનામાં 76,945 ટ્રેક્ટરનું વેચાણ થયું હતું. મે મહિનામાં સૌથી વધુ 82,934 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું હતું અને જૂનમાં 1,01981 ટ્રેક્ટરનું વેચાણ થયું હતું. હવે જુલાઈ મહિનામાં 59,530 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું છે.
મહિન્દ્રા ટ્રેક્ટર હમેંશાથી જ આગળ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટર એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનામાં સૌથી વધુ વેચાયા છે. છેલ્લા 4 મહિનામાં કંપનીએ 1,42,517 ટ્રેક્ટરનું વેચાણ કર્યો છે. TAFE ગ્રુપે આ 4 મહિનામાં લગભગ 54 હજાર ટ્રેક્ટર વેચ્યા છે. એ જ રીતે સોનાલિકાએ છેલ્લા 4 મહિનામાં 41 હજારથી વધુ ટ્રેક્ટરનું વેચાણ કર્યો છે. છેલ્લા 4 મહિના વેચાયા ટ્રેક્ટરમાં પણ બીજા અને ત્રીજા ક્રમે આવેલ તાફે અને સોનાલિકાએ ટ્રેક્ટરન વેચણીમાં મહિન્દ્રાના આજુ બાજુ પણ નથી.
Share your comments