Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

એડવાંસ ટેકનૉલોજીના સાથે પ્રોઝેકટો લોન્ચ કર્યુ હાઇબ્રિડ ટ્રેક્ટર

પ્રોઝેકટો થોડા સમય પહેલા ભારતીય બજારમાં દેશનું પહેલું હાઇબ્રિડ ટ્રેક્ટર HAV S1 લોન્ચ કર્યું હતું. કંપનીએ HAV S1 ટ્રેક્ટરમાં ઘણી અદ્યતન સુવિધાઓ અને તકનીકીનો સમાવેશ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ હાઇબ્રિડ ટ્રેક્ટરમાં બે ડઝનથી વધુ આવી સુવિધાઓ શામેલ કરવામાં આવી છે. જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે.

પ્રોઝેકટો થોડા સમય પહેલા ભારતીય બજારમાં દેશનું પહેલું હાઇબ્રિડ ટ્રેક્ટર HAV S1 લોન્ચ કર્યું હતું. કંપનીએ HAV S1 ટ્રેક્ટરમાં ઘણી અદ્યતન સુવિધાઓ અને તકનીકીનો સમાવેશ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ હાઇબ્રિડ ટ્રેક્ટરમાં બે ડઝનથી વધુ આવી સુવિધાઓ શામેલ કરવામાં આવી છે. જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે.

નોંધણિએ છે કે, HAV S1 ટ્રેક્ટરનું પ્રથમ વખત વર્ષ 2019માં જર્મનીમાં યોજાયેલ એગ્રિટેકનિકા શોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, એચએવી એસ 1 ટ્રેક્ટર એ દેશનો પ્રથમ હાઈબ્રીડ ટ્રેક્ટર છે જેમાં બેટરી પેક આપવામાં આવતા નથી. હવે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેક્ટર ભારતીય ક્ષેત્રોમાં દોડવા માટે તૈયાર છે. તેમાં વિશેષ ઇકો ફ્રેન્ડલી તકનીક આપવામાં આવી છે.

HAV S1 ટ્રેકટરમાં શું છે ખાસ?

એચએવી એસ 1 ટ્રેક્ટર એ દેશનું એકમાત્ર હાઇબ્રિડ ટ્રેક્ટર છે. જે કોઈપણ બેટરી પેક વિના આવે છે. તે વિવિધ ઇંધણના વિકલ્પો પર ચાલી શકે છે. કંપનીના જણાવ્યા મુજબ, જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તેને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનમાં પણ ફેરવી શકાય છે.

આ ટ્રેક્ટર સંપૂર્ણ ઓટોમેટિક છે. તેમાં ઓલ વ્હીલ ઇલેક્ટ્રિક ડ્રાઇવ તકનીક (AWED) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશનો આ એકમાત્ર ટ્રેક્ટર છે જેમાં આ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ન તો ગિયર છે કે ન ક્લચ. તેના સ્થાને તેમાં ત્રણ સરળ ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ફોરવર્ડ, ન્યુટરલ અને રિવર્સ શામેલ છે. જેથી તેને સરળતાથી ચલાવી શકાય છે.

HAV S1 ટ્રેકટર છે ઇકોફ્રેન્ડલી

HAV ટ્રેક્ટર્સની રેંજમાં બે મોડેલોનો સમાવેશ થાય છે. તેનું 50 એસ 1 મોડેલ ડીઝલ હાઇબ્રિડ અને 50 એસ 2 સીએનજી હાઇબ્રિડ છે. કંપનીના જણાવ્યા મુજબ, એસ 1 મોડેલ પરંપરાગત ટ્રેક્ટરની તુલનામાં 28 ટકા અને એસ 2 મોડેલમાં લગભગ 50 ટકા ઇંધણની બચત કરે છે. તે એક સેલ્ફ-એનર્જાઇજિંગ તકનીક છે. આ ટ્રેકટરના એન્જિનની ભૂમિકા ફક્ત ઇલેક્ટ્રિક મોટર્સ અને અન્ય કમ્પોનન્ટને કરન્ટ આપવા માટેની જ હોય છે.

HAV S1 ટ્રેકટરની કિંમત કેટલી?

આ ટ્રેકટરનું બેઝ મોડેલ એચએવી એસ 1 50 એચપીની પ્રારંભિક કિંમત 9.49 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ વેરિઅન્ટ એસ1 + ની કિંમત 11.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ તેનું વધુ મોડેલ એસ1 45 એચપી પણ રજૂ કર્યું છે. જેની કિંમત 8.49 લાખ રૂપિયા છે.

પ્રોક્સેટો એન્જીનિયરિંગ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર અને HAV ટ્રેક્ટર્સના સ્થાપક અંકિત ત્યાગીએ આ ટ્રેક્ટરના લોકાર્પણ સાથે જણાવ્યું હતું કે, ભારત અને વિદેશથી પણ લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કોરોના મહામારીને લીધે લોકડાઉન, સપ્લાય ચેન, લોજિસ્ટિક્સ, મેન પાવર, ડીલરો અને સપ્લાયર્સ સહિત અનેક મોરચે તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં પણ અમે ભારતમાં આ ટ્રેક્ટરને લોન્ચ કરવામાં સક્ષમ થયા છીએ.

કંપનીનો દાવો છે કે, આ ટ્રેક્ટરમાં મેક્સ કવર સ્ટીઅરિંગ (MCS)ની સાથે એક ખાસ સ્ટીઅરિંગ સિસ્ટમ છે. જેનું ટર્નિંગ રેડિયન્સ માત્ર 2.7 એમ (ફ્રન્ટ-સ્ટીઅર, -ઓલ સ્ટીઅર, ક્રેબ સ્ટીઅર) છે. જે ખૂબ ઓછું છે. તે હાઈટ મેનેજમેન્ટ માટે વ્હીલ ઇન્ડિપેનડેટ સસ્પેન્શન મેળવે છે, જે હાઈટ મુજબ વ્હીલ્સને એડજસ્ટ કરવામાં મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More