Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

ડાઉનલોડ કરો આ એપ અને સરળતાથી ભાડા પર મેળવો કૃષિ યંત્ર

નાના અને સીમાંત ખેડૂતોની આવક બમણી કરવા માટે કેંદ્ર સરકાર કેટલી બધી યોજનાઓ લઈને આવી છે. કારણ કે આપણા દેશમાં સૌથી વધુ ખેડૂત નાના અને સીમાંત છે. જે નાના ખેડૂતોની વાત કરીએ તો તેમના પાસે મોંઘા કૃષિ સાધનો ના હોય જેના કારણે ઘણી વાર તે લોકો ખેતરમાં જરૂરી કામ કરવામાં અસમર્થ થઈ જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Farm Machinery
Farm Machinery

નાના અને સીમાંત ખેડૂતોની આવક બમણી કરવા માટે કેંદ્ર સરકાર કેટલી બધી યોજનાઓ લઈને આવી છે. કારણ કે આપણા દેશમાં સૌથી વધુ ખેડૂત નાના અને સીમાંત છે. જે નાના ખેડૂતોની વાત કરીએ તો તેમના પાસે મોંઘા કૃષિ સાધનો ના હોય જેના કારણે ઘણી વાર તે લોકો ખેતરમાં જરૂરી કામ કરવામાં અસમર્થ થઈ જાય છે.

નાના અને સીમાંત ખેડૂતોની આવક બમણી કરવા માટે કેંદ્ર સરકાર કેટલી બધી યોજનાઓ લઈને આવી છે. કારણ કે આપણા દેશમાં સૌથી વધુ ખેડૂત નાના અને સીમાંત છે. જે નાના ખેડૂતોની વાત કરીએ તો તેમના પાસે મોંઘા કૃષિ સાધનો ના હોય જેના કારણે ઘણી વાર તે લોકો ખેતરમાં જરૂરી કામ કરવામાં અસમર્થ થઈ જાય છે. નાના ખેડૂતોની એક સમસ્યાને પૂરી વળવા માટે એક ફાર્મ મશીનરી એપ  લૉન્ચ કરવામાં આવી છે.

આ એપ નો નામ CHC- ફાર્મ મશીનરી એપ (Farmers-Farm Machinery Solutions) છે. આ એપથી ખેડૂતોની મોંધા કૃષિ સાધનો ના હોવાની સમસ્યા દૂર થશે. મશીનરી એપની મદદથી ખેડૂતોએ સરળતાથી ટ્રેક્ટર, અને અન્ય કૃષિ ઉપકરણો ભાડા પર આસાનીથી મંગાવી શકે છે. કેંદ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આ એપને લૉન્ચ કર્યુ છે.  

કેવી રીતે કામ કરે છે એપ

જ્યારે તમે આ એપને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરશો. તો તમને આ એપમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવી પડશે. જેમ કે તમારા નામ, રાજ્ય, જિલ્લા, તાલુકા અને પોતાના ગામડાના નામ ભરવું પડે. સાથે જ ખેતીલાયક જમીના માહિતી પણ આમા તમારાથી પૂછવામાં આવશે. ત્યાર પછી તમે તમારા કામ મુજબ આ એપ પરથી ભાડા પર કૃષિ યંત્રો મંગાવી શકો છો. આ એપ 12 ભાષાઓમાં છે. એપ ડાઉનલોડ કર્યા બાદ જ ખેડૂતો તેમની ભાષા પસંદ કરી શકે છે.

આ એપની ખાસ વિશેષતા એ છે કે અહીં ખેડૂતો અને વેપારીઓ બંને એક જ પ્લેટફોર્મ પર હશે. ખેડૂતોને ભાડા પર મશીનો મોકલશે વેપારીઓ, તે પણ સસ્તા દરે. હાલમાં એપ પર લગભગ 40,000 કસ્ટમ હાયરિંગ સેન્ટર નોંધાયેલા છે, જેની મદદથી 1,20,000 કૃષિ મશીનરી અને સાધનો ભાડે રાખી શકાય છે. ખેડૂતોને આ સુવિધા 50 કિમીની ત્રિજ્યામાં મળશે.

સીએચસી-ફાર્મ મશીનરી એપ

આ એપ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા ગૂગલ પ્લેસ્ટોર પર જવું પડશે. ત્યાં તમારે હિન્દી અથવા અંગ્રેજીમાં લખવું પડશે FARMS- Farm Machinery Solutions. ડાઉનલોડ બટન પર ક્લિક કરતા જ એપ ડાઉનલોડ થઈ જશે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More