Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

વરસાદી વહી જતા પાણીના ભૂગર્ભજળ રિચાર્જથી થતા ફાયદા

વરસાદી પાણીના માત્ર ૧૦ ટકાજ કુદરતી રીતે ભૂગર્ભ જળમાં ઉમેરાય છે. ચોમાસા દરમિયાન દરેક ખેડૂત જો પોતાનો એક કુવો રિચાર્જ કરે તો આગામી શિયાળુ સિઝનના વધારાના ૩ થી ૪ વીઘામાં ઘઉં અથવા પાણીની જરૂરિયાતવાળા પાક લઈ શકે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ભૂગભર્જળ રિચાર્જ
ભૂગભર્જળ રિચાર્જ

વરસાદી પાણીના માત્ર ૧૦ ટકાજ કુદરતી રીતે ભૂગર્ભ જળમાં ઉમેરાય છે. ચોમાસા દરમિયાન દરેક ખેડૂત જો પોતાનો એક કુવો રિચાર્જ કરે તો આગામી શિયાળુ સિઝનના વધારાના ૩ થી ૪ વીઘામાં ઘઉં અથવા પાણીની જરૂરિયાતવાળા પાક લઈ શકે છે.

વરસાદી પાણીના માત્ર ૧૦ ટકાજ કુદરતી રીતે ભૂગર્ભ જળમાં ઉમેરાય છે. ચોમાસા દરમિયાન દરેક ખેડૂત જો પોતાનો એક કુવો રિચાર્જ કરે તો આગામી શિયાળુ સિઝનના વધારાના ૩ થી ૪ વીઘામાં ઘઉં અથવા પાણીની જરૂરિયાતવાળા પાક લઈ શકે છે.

  • ભૂગર્ભ જળમાં વરસાદના પાણી ઉમેરાતા પાણીની ગુણવત્તા સુધરે છે અને પિયત વિસ્તારની જમીન બગડતી અટકે છે
  • ભૂગર્ભ માધ્યમથી કરેલ જળસંગ્રહમાંથી બાષ્પીભવનથી પાણીનો વ્યય થતો નથી. જ્યારે મોટા ડેમો ની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન દ્વારા ખૂબ જ વ્યય થાય છે
  • જમીનની સપાટી પરથી રિચાર્જ કરતા જમીનના ઉપરના સ્તરમાંથી ક્ષારો દૂર થતાં જમીનની ગુણવત્તા સુધરે છે.
  • ભૂગર્ભમાં સંગ્રહ કરેલા પાણીની જૈવિક શુદ્ધતા વધુ હોય છે
  • જમીનની સપાટી નીચેનો ભૂગર્ભ માધ્યમ પાણીના સંગ્રહ માટે મફતમાં મળે છે
  • ભૂગર્ભ જળસંગ્રહ થી કિંમતી જમીન રોકાતી નથી વસ્તીને અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત રહેતી નથી તેમજ અન્ય કોઈ સામાજિક આડઅસર ઉદ્ભવતી નથી
  • ભૂગર્ભ માધ્યમનું તાપમાન એકસરખું રહે છે
  • વોકળા અથવા નદીઓમાં વહેતો પાણીનો જથ્થો ઓછો થવાથી જમીનનું ધોવાણ અટકે છે અને પુર થવાની શક્યતા ઓછી થઈ શકાય છે
  • મોટા ડેમો તૂટવાથી પૂર થવાની શક્યતાઓ રહે છે જ્યારે કૃત્રિમ રિચાર્જ થી પૂરનો જથ્થો ઘટાડી શકાય છે
  • રિચાર્જ થી ભૂગર્ભજળસ્તર ઉંચા આવવાથી દરિયાની ખારાસ આગળ વધતી અટકે છે
  • ભૂગર્ભ જળ ના સ્તર ઊંચા આવવાથી મોટા વૃક્ષો નો વિકાસ થશે અને તે પર્યાવરણને સુધારશે
  • મોટા ડેમો માટે અમુક સ્થળોજ પસંદ કરી શકાય જ્યારે ભૂગર્ભજળ રીચાર્જ ગમે તે સ્થળે કરી શકાય છે
  • ભૂગર્ભજળ રીચાર્જ થી જમીન નીચે બેસતી અટકે છે આથી દરિયાકાંઠાના શહેરો ગામડાઓ દરિયામાં ગરકાવ થતા અટકાવી શકાય છે
  • પાણીના સ્તર ઉંચા આવવાથી તેને પંપ કરવામાં વપરાતી ઊર્જામાં ઘટાડો કરી શકાય છે

Related Topics

Rain water Groundwater Rain Farm

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More