ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા. બિહાર સહિત ઘણા રાજ્યોમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે હવે મજૂરોની અછત થઈ રહી છે. કેમ કે શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણના કારણે ગામડાઓમાં મજૂરો સમયસર મળતા નથી. જેના કારણે ડાંગરની ખેતી પર મોટા પાચે અસર જોવા મળી રહ્યો છે. જેથી કરીને આજે અમે તમને એક એવા મશીન વિશે જણાવવા જઈ રહ્યા છે, જો કે તમારી આ સમસ્યાને કાયમ માટે દૂર કરી દેશે. આથી ડાંગરની ખેતી કરવા માટે મજૂરોની જરૂર ઓછી પડશે. ઉપરાંત, ખર્ચમાં પણ નોંઘપાત્ર ઘટાડો થશે.
વાપરો ડ્રમ સીડર
નિષ્ણાતો મુજબ જ્યારે છંટકાવ પદ્ધતિનો ઉપયોગ કરીને ડાંગરનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ખેતરમાં ઉગતા ડાંગરના છોડમાં એકરૂપતા જોવા મળતી નથી. ઉપરાંત,છોડની સંખ્યા ઓછી થઈ જાય છે, જેના કારણે પરંપરાગત વાવણી પદ્ધતિની તુલનામાં ડાંગરની ઉપજ ઓછી થાય છે. જો કે ડ્રમ સીડર વડે લગાડેલા ખેતરોમાં ડાંગરની સીધી વાવણી દ્વારા આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. ડ્રમ સીડર વડે ડાંગરની સીધી વાવણી કરતી વખતે, ખેતરના સમતળીકરણ, ખેતરમાં જમીન અને પાણીના સ્તરની ગોઠવણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
ડાંગરના પાકને વાવવાનો યોગ્ય સમય
ડ્રમ સીડર સાથે અંકુરિત ડાંગરની સીધી વાવણી ચોમાસાના આગમનના એક અઠવાડિયામાં પૂર્ણ કરવી જોઈએ,જેથી ડાંગર વરસાદ પહેલા સારી રીતે અંકુરિત થઈ જાય કારણ કે ચોમાલાના વરસાદની શરૂઆત સાથે, ખેતરમાં પાણી ભરાઈ શકે છે. જેના કારણે ડાંગરનો યોગ્ય સંગ્રહ થઈ શકશે નથી. તેથી કરીને ખેતરને સમતળ કરતી વખતે કોદાળી વડે ખેતરને યોગ્ય રીતે સમતળ કરો, કારણ કે જો ખેતર અસમાન હોય, તો ડાંગરના બીજનું સમય એકસરખું થતું નથી. ખેતરમાંથી પાણી નિકાલની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરો, કારણ કે ડાંગર જામી ગયા પછી જો ખેતરમાં પાણી ભરાઈ જાય તો પાકને નુકસાન થાય છે.
ડ્રમ સીડરથી વાવણી કરતા વખતે રાખો કાળજી
ખેડૂત ભાઈયો જો ડ્રગ સીડર થકી ડાંગરની વાવણી કરતી વખતે ખેતરમાં પાણીનું સ્તર 2 થી લઈને 2.5 ઈંચછી વધુ નથી હોવું જોઈએ. પરંતુ પાણી હોવું જોઈએ તેની પણ કાળજી તમારે રાખવાની રહેશે. કેમ કે તેથી ડ્રમ સીડર ખેતરમાં સરળતાથી આગળ વધી શકશે. જ્યારે પાણીનું સ્તર ઊંચુ હોય છે, ત્યારે ડ્રમ સીડર દ્વારા બનાવેલ ચાસમાં બીજ ખેતરની જમીન સુધી પહોંચી શકતા નથી,બીજ પાણીમાં રહે છે અને વાવણી ડ્રમ સીડર દ્વારા બનાવેલ ચાસમાં થઈ શકતી નથી.
ડ્રમ સીડર થકી વાવણી ક્યારે કરવી?
સંશોધનમાં જાણવા મળ્યું છે કે લેવ લગાવ્યાના 5 થી 6 કલાકની અંદર ડાંગરની સીધી વાવણી ડ્રમ સીડર વડે કરવી જોઈએ. જો આના કરતાં વધુ વિલંબ થાય છે તો ડાંગરના ખેતરની જમીન કઠણ બનવા લાગે છે અને ડાંગરના છોડની ધીમી પ્રારંભિક વૃદ્ધિને કારણે ઉપજમાં ઘટાડો થવા લાગે છે. ડ્રમ સીડર દ્વારા સીધી વાવણી માટે હેક્ટર દીઠ 50 થી 55 કિલો બીજની જરૂર પડે છે. તે જ સમયે, વહેલી પાકતી જાતોમાં નરેન્દ્ર- 97, માલવિયા ડાંદર-2(HUR-3022) અને મધ્યમ મોડી પાકતી જાતોમાં નરેન્દ્ર-359, સૂરજ-52 ડ્રમ સીડર વડે વાવણી માટે યોગ્ય છે
Share your comments