Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

online Sale: હવે શાકભાજી અને ફળોનું કરો ઓનલાઈન વેચાણ, ટૂંક સમયમાં વેચાઈ જશે આખું પાક

જો તમે ખેડૂત છો અને શાકભાજીની તેમ જ ફળોની ખેતી કરો છો, તો આજે અમે તમારા માટે શાકભાજી અને ફળોને લગતા એક ઉત્તમ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ , જેની મદદથી તમે દરરોજ હજારોની કમાણી કરી શકો છો.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- પ્રિન્ટરિસ્ટ
ફોટો- પ્રિન્ટરિસ્ટ

જો તમે ખેડૂત છો અને શાકભાજીની તેમ જ ફળોની ખેતી કરો છો, તો આજે અમે તમારા માટે શાકભાજી અને ફળોને લગતા એક ઉત્તમ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ , જેની મદદથી તમે દરરોજ હજારોની કમાણી કરી શકો છો. આ સિવાય અમે જે બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ તે આખા વર્ષ દરમિયાન એટલે કે 12 મહિના ચાલે છે. ઉપરાંત, આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે ન તો ઉચ્ચ શિક્ષિત હોવું જરૂરી છે અને ન તો વધુ પૈસાનું રોકાણ કરવાની જરૂર છે.

ઓનલાઈન શાકભાજી તેમ જ ફળોનું વેચાણ

તમને જણાવી દઈએ કે અમે જે બિઝનેસની વાત કરી રહ્યા છીએ તે ઓનલાઈન શાકભાજી અને ફળ વેચવાનો બિઝનેસ છે. જો આપણે જોઈએ તો આજના સમયમાં મોટાભાગની વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. લોકો પાસે બજારમાં જઈને શાકભાજી ખરીદવાનો પણ સમય નથી. આવી સ્થિતિમાં લોકો હવે ઘરે બેસીને ઓનલાઈન શાકભાજી ખરીદી રહ્યા છે. ઓનલાઈન શાકભાજી વેચવાના વ્યવસાય વિશે અને તમે આ વ્યવસાયને સરળતાથી કેવી રીતે શરૂ કરી શકો તે વિશે જાણીએ આવો જાણીએ.

ખૂબ જ ફાયદાકારક છે

શાકભાજી તેમ જ ફળોનું ઓનલાઈન વેચાણ મોટા શહેરો તેમજ નાના શહેરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. કારણ કે આજકાલ નાના શહેરોના લોકો પણ પોતાના ઘરે શાકભાજીની ખરીદી અને વેચાણ કરી રહ્યા છે. તે જ સમયે, નાના શહેરોમાં તેનો વ્યાપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે આ વ્યવસાય શરૂ કરીને સારો નફો પણ મેળવી શકો છો. જે લોકોનું બજેટ ઓછું છે તે લોકો આ બિઝનેસ સરળતાથી પોતાના ઘરેથી શરૂ કરી શકે છે.

તેના માટે શું કરવું પડશે

શાકભાજી અને ફળો ઓનલાઈન વેચવા માટે તમારે પહેલા એક વેબસાઈટ તૈયાર કરવી પડશે. ધ્યાન રાખો કે વેબસાઈટનું નામ શાકભાજી અને ફળો જેવું જ હોવું જોઈએ. કારણ કે તમારા વ્યવસાયની ઓળખ માત્ર સારા નામથી જ થશે. જો શક્ય હોય તો, તમારા શહેરનું નામ પણ ઉમેરો. આ તમારા શહેરની ઓળખ પણ બનાવશે. ઉદાહરણ તરીકે, ગ્રીનવેઝ અમદાવાદ. જેથી લોકો સરળતાથી સમજી શકે કે આ અમદાવાદનું શાક છે.

સારા એવા ફોટો ચોટાડો  

બીજું, વેબસાઈટની ડિઝાઈનિંગ એવી હોવી જોઈએ કે તે વધુને વધુ લોકોને આકર્ષે અને તેમાં શાકભાજી અને ફળોના બને તેટલા સારી ગુણવત્તાના ફોટા હોવા જોઈએ. જેમાં ફળો અને શાકભાજી સંપૂર્ણપણે તાજા અને આકર્ષક લાગે છે. કારણ કે ફોટા જેટલા સારા હશે તેના આધારે શાકભાજી અને ફળોના ઓર્ડર મળશે. તમે ઇચ્છો તો તેની ફોટોગ્રાફી જાતે કરાવી શકો છો અથવા ઇચ્છો તો નેટ પરથી ફોટા પણ લઇ શકો છો. તમારી વેબસાઇટ પર દરરોજ શાકભાજી અને ફળોના દરો બદલવાની જોગવાઈ રાખવાની ખાતરી કરો જેથી કરીને તમે શાકભાજી અને ફળોના દરો અપડેટ કરી શકો.

આ પણ વાંચો:Breeding Dogs: દેશમાં વેગ પકડી રહ્યું છે કુતરા ઉછેરનો વ્યવસાય, તમે પણ કરીને કરો મોટી કમાણી

ફોટો- પ્રિન્ટરિસ્ટ
ફોટો- પ્રિન્ટરિસ્ટ

ટ્રમ અને કંડિશન વિશે માહિતી આપો

આ ઉપરાંત, કૃપા કરીને વેબસાઇટ પર ટર્મ અને કંડિશન વિશે માહિતી આપો. જેમાં તમે શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી માટે એક નિશ્ચિત રકમ રાખો છો કે આ રકમથી ઓછી રકમ પર તમે હોમ ડિલિવરી નહીં આપો.શાકભાજી અને ફળોના વ્યવસાયને લગતી વધુ માહિતી માટે, તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને વિચારો મેળવી શકો છો.

https://www.amazon.com/Fresh-Vegetables/b?ie=UTF8&node=16319281

https://www.bigbasket.com/cl/fruits-vegetables/

https://www.bhajiwala.com/

https://www.sabzilana.com/

http://www.organicgarden.co.in/vegetables

Share your comments

Subscribe Magazine

More on Business

More