જો તમારે હોમ લોન શરૂ છે અથવા તમે હાલ મા જ કોઈ હોમ લોન લીધી છે તો તમે હપ્તા પર ફાયદો મેળવી શકો છો. પાછલા બજેટમાં જે ટેક્સમાં ફાયદાની જાહેરાત કરવામાં આવેલી તેનો અમલ હાલમાં નાણાકીય વર્ષ 2020-21 માં થવા જઈ રહ્યો છે. ચાલો તો આપણે કઈ રીતે હોમ
લોનમાં હપ્તામાં ફાયદો
લોનની મુદલની ચુકવણી પર કપાત
- હોમ લોનના હપ્તામાં તમારી મૂળ રકમ પર તમે ટેક્સમાં ફાયદો મેળવી શકો છો.
- આ ડિસ્કાઉન્ટ તમે જે જગ્યા પર રહો છો તેમાં અથવા તમારી માલિકીની જગ્યા પર આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ મેળવી શકો છો.
- જો તમારું કોઈ બીજું ઘર છે જેમાં તમારા માતા-પિતા રહે છે અથવા ખાલી છે તો તે પણ તમારી માલિકીની ગણવામાં આવશે.
- ITR ફાઈલીંગ વેબસાઈટ in સીઈઓ અને સ્થાપક અભિષેક સોનીના કહેવા મુજબ જો તમારા બંને ઘર પર હોમ લોન શરૂ છે તો હપ્તાની મુદલ પર 1.5 લાખ સુધીનો ફાયદો ટેક્સમાં મેળવી શકો છો.
- તમે બીજું ઘર ભાડા પર આપેલું છે તો પણ તમે કલમ 80 સી હેઠળ ટેક્સમાં ફાયદો મેળવી શકો છો.
- કલમ 80 સી હેઠળ તમે ઘર ખરીદતી વખતે ચૂકવવી પડતી રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી ઉપર પણ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
અફોર્ડેબલ હાઉસની ખરીદી પર વધારાની કપાત
- જો તમે સરકારની સસ્તા મકાન માટેની યોજના હેઠળ ઘર લીધેલ છે તો તમને વધારાનો ટેક્સ ડિસ્કાઉન્ટ મળશે.
- કલમ 80ઈ હેઠળ 5 લાખ સુધીનો ટેક્સમાં ફાયદો અને આ ફાયદો કલમ 24 હેઠળ વ્યાજ પર મળતા 2 લાખ સુધીના ડિસ્કાઉન્ટ કરતા અલગ છે. એટલે કે 3.5 લાખ સુધીના વ્યાજ પર ફાયદો મળશે.
- એક વાત ખાસ ધ્યાનમાં રાખવી એક જ રકમ માટે બે અલગ અલગ કલમ હેઠળ દાવો કરી શકાતો નથી, જેમ કે તમે 4 લાખ વ્યાજ ચૂકવું છે તો તમે કલમ 24 અથવા કલમ 80ઈ બે માંથી એક જ કલમ હેઠળ દાવો કરી શકો છો.
કલમ 80 ઈ હેઠળ મળતી કપાત
- જેમણે વર્ષ 2016-17 માં હોમ લોન લીધી છે, તેમણે વધારાના 50 હજાર ઉપર ટેક્સમાં ફાયદો મળે છે.
- કલમ 24 હેઠળ 2 લાખ સુધીના વ્યાજ પર ફાયદો મળે છે
- જો તમે વર્ષ 2016-17 માં ઘર લીધેલ છે તો 5 લાખ સુધીના વ્યાજ પર ટેક્સમાં ફાયદો મળશે.
વ્યાજની ચુકવણી પર કપાત
- આ ફાયદો પોતાની માલિકીની મિલ્કત પર આવકવેરા અધિનિયમની કલમ 24 મુજબ વધુમાં વધુ 2 લાખ સુધી મળી શકશે.
- જો તમારી પાસે બે ઘર છે અને એક ખાલી છે અથવા તેમાં તમારા માતા-પિતા રહે છે કે ભાડા પર આપેલ છે તો પણ તમે કલમ 24 મુજબ મુદલ પર ચૂકવેલા વ્યાજ પર 2 સુધીનો ફાયદો મેળવી શકશો.
આ પણ વાંચો - આ યોજનાઓમાં કરો રોકાણ, મળશે સારો લાભ
Share your comments