Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

2024ના વયગાળાના બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મુકશે કેંદ્ર સરકાર

આવતી કાલે કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે વયગાળાનું બજેટ રજું કરશે. 2024-25ના વયગાળાના બજેટમાં નાણાં પ્રધાને કૃષિ ક્ષેત્ર પર પોતાની ફોક્સ રાખશે તેવી માહિતી મળી રહી છે. કેંદ્ર સરકારે ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજનાઓનું બજેટમાં વધારો કરી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મુકશે કેંદ્ર સરકાર
બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મુકશે કેંદ્ર સરકાર

આવતી કાલે કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે વયગાળાનું બજેટ રજું કરશે. 2024-25ના વયગાળાના બજેટમાં નાણાં પ્રધાને કૃષિ ક્ષેત્ર પર પોતાની ફોક્સ રાખશે તેવી માહિતી મળી રહી છે. કેંદ્ર સરકારે ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજનાઓનું બજેટમાં વધારો કરી શકે છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મોદી સરકાર કૃષિ ક્ષેત્રના બજેટને 1.8 ટકાથી વધારીને 4 ટકા કરી શકે છે. જણાવી દઈએ કે 2024ની લોકસભાની ચૂંટણીથી પહેલા મોદી સરકારનું આ છેલ્લો મોટો આર્થિક દસ્તાવેજ હશે.

2019ના વયગાળાના બજેટમાં સરકારે કરી હતી યોજનાની જાહેરાત  

2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા 2019ના વચગાળાના બજેટમાં, સરકારે PM-કિસાન સન્માન નિધિની જાહેરાત કરી હતી, જે હેઠળ નાના ખેડૂતોને વાર્ષિક ₹6,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ચૂંટણીના વર્ષમાં, એવી અપેક્ષાઓ છે કે આગામી બજેટમાં સહાયનું પ્રમાણ વધીને 9 હજાર સુધી થઈ શકે છે જેને વર્ષમાં 4 હપ્તાઓમાં આપવામાં આવશે. ઉપરાંત, સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં નોંધપાત્ર વધારો કરીને ₹22-25 લાખ કરોડની જાહેરાત કરી શકે છે.

કૃષિ ધિરાણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ

જાણવા મળ્યું છે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ ધિરાણનો લક્ષ્યાંક ₹20 લાખ કરોડનો જ રહેશે, વર્તમાન નાણાકીય વર્ષમાં, ડિસેમ્બર 2023 સુધી ₹20 લાખ કરોડના કૃષિ-ધિરાણ લક્ષ્યાંકના લગભગ 82% હાંસલ કરવામાં આવ્યા છે.

કૃષિમાં બગાડ ઘટાડવા માટે વેરહાઉસિંગને પ્રોત્સાહન આપવું જોઈએ

ઈન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીનો કહવું છે કે વચગાળાના બજેટમાં સમાવેશી વૃદ્ધિને આગળ ધપાવવા માટે કૃષિ અને ગ્રામીણ સેગમેન્ટ મુખ્ય પ્રાથમિકતા હોવા જોઈએ. તેમજ કૃષિમાં, બગાડ ઘટાડવા માટે વેરહાઉસિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સનું કવરેજ પણ સરકાર દ્વારા વધારવામાં આવું જોઈએ.

મજબૂત ખેડૂત ઉત્પાદન સંગઠનો હોવા જરૂરી

ઓર્ગેનિક વર્લ્ડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ મનચંદાએ જણાવ્યું હતું કે, ભારતને કામગીરીને ઑપ્ટિમાઇઝ કરવા અને ઊભરતાં બજારની તકોનો ઉપયોગ કરવા માટે બજેટરી સપોર્ટ અને મજબૂત ખેડૂત ઉત્પાદક સંગઠનોની જરૂર છે.ઉચ્ચ કૃષિ વીમા ખર્ચ, ગ્રામીણ રોજગાર યોજનાઓમાં વધુ રોકાણ, સારી સિંચાઈ સુવિધાઓ અને સુધારેલ ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણો મોટો તફાવત લાવી શકે છે.

છેલ્લા બજેટમાં કેંદ્રીય મંત્રીએ શું કરી હતી જાહેરાત

જણાવી દઈએ કે 2023-24ના કેન્દ્રીય બજેટમાં, સીતારમણે કૃષિ શિક્ષણ અને સંશોધન સહિત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને ₹1.25 લાખ કરોડ ફાળવ્યા હતા. ફાળવણી 2013-14માં ₹27,662.67 કરોડથી અનેકગણી વધી હતી. આથી PM-કિસાન સન્માન નિધિમાં થોડો વધારો અને ગ્રામીણ ખર્ચમાં વધારો થવાની અપેક્ષા વધી ગઈ છે. જે સ્થાપિત ગ્રામીણ યોજનાઓ માટે મોટી ફાળવણીમાં સંભવિતપણે પ્રગટ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More