કેંદ્રની નરેંદ્ર મોદી સરકારે પોતાના બીજા કાર્યકાલનું છેલ્લા બજટ ટૂંક સમયમાં રજુ કરશે. કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024-25નું બજટ રજુ કરશે. સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ નવા નાણકીય બજટમાં કેંદ્ર સરકાર ખેડૂતો અને શ્રમિકો ઉપર ધ્યાન દોરાવ્યું છે.તેમજ મધ્યમ આય વર્ગના લોકો માટે પણ લોકપ્રિયા યોજનાઓ લાવી શકે છે. અધિકારિએ પોતાનું નામ રજુ ન કરવાની શર્ત ઉપર જણાવ્યું કે, મધ્યવર્ગ, શ્રમિક અને ખેડૂતોને રાહત આપવા માટે રાજકોષીય ખાધના લક્ષ્યને લઈને કેટલીક છૂટછાટો પણ આપી શકાય છે.
મોદીની ગેરંટી પર હશે બજટ
અધિકારિએ જણાવ્યું કે નાણકીય બજટ 2024-25 મોદીની ગેરંટી ઉપર હશે. જેમ કે છત્તીસગઢ, રાજાસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન વડા પ્રદાન કહ્યું હતું કે મોદીની ગેરંટી પર ભરોસા રાખો. જણાવી દઈએ કે ત્યારે પીએમ મોદીએ ગેરંટી આપી હતી કે જો ભાજપ ચૂંટણી જીતી જશે તો આ ત્રણ પ્રદેશના લોકોને રાંધણ ગેસ 450 રૂપિયામાં મળશે અને દરેક ગરીબ મહિલાને દર મહિના 1250 રૂપિયા આપવામાં આવશે. સાથે જ ગરીબ છોકરાઓને સ્ટાર્ટઅપ ક તો પછી વધુ અભ્યાસ માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આવી જ રીતે કેંદ્ર સરકાર આવતા બજટ સત્રમાં ખેડૂતો, શ્રમિકો અને મધ્ય આય વાળા લોકોને લાભ આપવા માટે નવી-નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
કેંદ્ર સરકાર પાસે 30 કરોડ કામદારોનો ડેટા
ભૂતપૂર્વ નાણા સચિવ મુજબ કેન્દ્ર સરકાર પાસે અસંગઠિત ક્ષેત્રના 30 કરોડ કામદારોનો ડેટા છે. જો કે એક ખેડૂતો અને મધ્ય આય વાળા લોકોને તેમા જોડી લઈએ તો તે આકડ઼ો 75થી 80 કરોડ સુધી જાય છે. નાણામંત્રી આ કામદારોને આકર્ષવા માટે કેટલીક જાહેરાત કરી શકે છે. તેમને વાર્ષિક અમુક રોકડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.
ખેડૂતો માટે પહેલા પણ થઈ હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે 2019ની ચૂંટણીથી પહેલા પણ જે બજટ રજુ કરવામાં આવ્યા હતા તેમા પણ ડૂતો માટે ત્યારના નાણામંત્રી પીયૂષ ગોયલે મધ્યમ વર્ગને આકર્ષવા માટે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. સાથે જ ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરવાની વાત કરી હતી. જે આજે ચાલી રહી છે.
આપણે જે યોજનાની વાત કરી રહ્યા છે તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. જેના હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 રોકડ આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા 50 કરોડ કામદારોની નિવૃત્તિ પેન્શનમાં સરકારી યોગદાનનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેનું આજે લાભ ખેડૂતો અને કામડારોને મળી રહ્યો છે.
Share your comments