Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

Budget 2024-25: ડિફેન્સને સૌથી વધુ તો કૃષિના ક્ષેત્રને થઈ સૌથી ઓછા બજેટની ફાળવણી

આપણા દેશના પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાનના” નારા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશ માટે સૌથી વધું જે બે વર્ગ જરૂરી છે. તે છે સીમા પર જવાન અને ખેતમાં કિસાન. પરંતુ આજની આપણી સરકારે આ વાતને કદાચ ભૂલી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડિફેન્સને પર સૌથી વધુ ખર્ચ કરશે સરકાર
ડિફેન્સને પર સૌથી વધુ ખર્ચ કરશે સરકાર

આપણા દેશના પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાનના” નારા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશ માટે સૌથી વધું જે બે વર્ગ જરૂરી છે. તે છે સીમા પર જવાન અને ખેતમાં કિસાન. પરંતુ આજની આપણી સરકારે આ વાતને કદાચ ભૂલી ગઈ છે. કેમ કે કેંદ્ર સરકારે દેશની રક્ષા કરવા માટે ડિફેંસ બજેટને તો સૌથી વધુ રૂપિયાની ફાળવણી કરી છે. પરંતુ જેઓ દેશને ખવડાવે છે એટલે કે દેશના કૃષિ બજેટને સૌથી ઓછી ફાળવણી કરવામાં આવી છે. એમ તો દેશના ડિફેન્સ બજેટમાં વધારો થાય તે સારી બાબત ગણાએ પરંતુ કૃષિ ક્ષેત્ર પર ધ્યાન આપવાનું પણ જરૂરી છે.

બજેટમાં આપવામાં આવ્યું ડિફેન્સને પહેલો સ્થાન  

એમ તો કેંદ્ર સરકારે પીએમ આવાસ યોજના અને આયુષ્માન ભારત યોજનાના બજેટને વધારીને બમણો કરી દીધું છે. પરંતું પોતાના 45 લાખ કરોડથી વધુના બજેટના 6.2 કરોડ એટલે કે સૌથી વધું રૂપિયા દેશના રક્ષણ માટે આપ્યું છે. ચીન અને પાકિસ્તાનથી ભારતને સુરક્ષિત રાખવા માટે કેંદ્ર સરકારે આ નિર્ણય લીધું છે. તેમજ કૃષિ ક્ષેત્ર માટે કેંદ્ર સરકાર ફફત 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

દેશમાં તૈયાર કરવામાં આવશે ગોળા-બારૂદ

કેંદ્ર સરકાર દ્વારા ડિફેન્સ માટે ફાળવામાં આવેલ બજેટમાંથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત થકી દેશમાં જ હથિયાર તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ કે જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે ત્યારથી જ મોટા પાચે દેશમાં જ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે અને બીજા દેશોએ ભારતથી હથિયારનું અયાત પણ કરી રહ્યા છે. જેના કારણે કેંદ્ર સરકારે ડિફેન્સને બજેટમાં સૌથી વધુ પૈસાની ફાળવણી કરી છે.

કૃષિના ક્ષેત્ર માટે ફાળવામાં આવ્યું સૌથી ઓછું રુપિયા
કૃષિના ક્ષેત્ર માટે ફાળવામાં આવ્યું સૌથી ઓછું રુપિયા

કૃષિ ક્ષેત્રને શું મળ્યું

2024-25 ના બજેટ રજુ કરતા કેંદ્રીય નાણાં પ્રધાને કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેંદ્ર સરકાર ઝડપતી કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશના દરેક માર્કેટ યાર્ડને ઈ-નામથી જોડવામાં આવી રહ્યું છે. તેમજ સરકાર આવતા 5 વર્ષમાં ગ્રામિણ અર્થતંત્રને મજબૂત કરવા 2 કરોડથી વધુ ઘર બનાવીને આપશે. જણાવી દઈએ કે નાણં પ્રધાને 1.27 લાખ કરોડ રૂપિયાની ફળવણી કૃષિ ક્ષેત્ર માટે કરી છે.દરેક ક્ષેત્રને આપેલ રૂપિયાના પ્રમાણે સૌથી ઓછું છે. 

40 હજાર વંદે ભારત બોગી

બજેટ રજુ કરતા નાણા પ્રધાને જણાવ્યું હતું કે દેશના રેલ્વે નેટવર્કને વેગ આપવા માટે 40 હજાર વંદે ભારત બોગિયોનું નિર્માણ કરવામાં આવશે. જેમને હજું ચાલી રહેલી જુની બોગિયો સાથે બદલવામાં આવશે. તેમજ દેશમાં જુની ટ્રેનોના સ્થાન વંદે ભારત અને અમૃત ભારત લઈ શકાય તેના માટે પણ કામ કરવામાં આવશે.  

Share your comments

Subscribe Magazine

More on Business

More