Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ડૈગ્નાલા રોગથી પીડિત દૂધાળુ પશુઓની સારવાર, ઓળખ અને તેના યોગ્ય ઉપાય

દૂધાળુ પશુઓમાં ડૈગ્નાલા રોગ એક સામાન્ય સમસ્યા છે. તેને પુંછકટવા રોગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગ ફૂગના ઝેરથી મુખ્યત્વે- ભેંસમાં થતો રોગ છે,જે સામાન્ય રીતે ફુગથી સંક્રમિત ધાનનું ભુસુ ખાવામાં હોય છે. આ રોગથી અસરગ્રસ્ત પશુના પગ, પૂછ, કાન વગેરે વગેરે ગલન થઈ જાય છે, જે સડી શરીરથી અલગ થઈ જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Milk

કારણ

આ બિમારીનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પણ આ રોગ ચોખાના ભૂસાના સૌથી વધારે વખત નોંધવામાં આવેલ કવક પ્રજાતિઓ જેવી કે ફ્યુસેરિયસ ત્રિસિંક્મ, એસ્પરગિલસ, એસ્પરગિલસ ફ્લેવસ અને પેનિસિલિયમ નોટેટમમ વગેરે થાય છે.

ધાનની કાપણી બાદ પુઆલનો ઢગલો ખાવામાં આવે છે, આ સંજોગોમાં સંક્રમિત પુઆલ ખાવાથી પશુઓમાં રોગ પેદા થાય છે.

ચોખાના ભૂસામાં કાળા ધાબા તેમા ફુગના વિકાસના સંકેત તરીકે માનવામાં આવે છે.

ફુગયુક્ત પુઆલ ખાવાથી પશુઓમાં સેલેનિયમ ઝેરયુક્ત સ્થિતિ પેદા થાય છે.

સામાન્ય રીતે ફુગ સંક્રમિત પુઆલ ખાવાથી આ રોગ થાય છે. પણ ક્યારેક ક્યારેક એવું જોવામાં આવ્યું છે કે ફુગ સંક્રમિત ભૂસાથી પણ રોગ થાય છે.

 રોગની વ્યાપકતા

 આ રોગ મુખ્યત્વે ભેંસમાં જોવામાં આવે છે. આમ તો ગો-વંશના પશુ પણ આ સંક્રમણનો શિકાર બને છે.

 દૂધાળુ પશુઓમાં ડેગનાલા બીમારીની સંભાવના નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે થાય છે.

આ પણ વાંચો,સરસ્વતી ભેંસની કિંમત છે 51 લાખ રૂપિયા, જાણો તેની ખાસિયત

સૌથી પહેલા આ રોગ પંજાબ પ્રાંતના ડેગ્નાલા નામક નાલેની આજુબાજુ વસેલા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. હવે આ સ્થાન પાકિસ્તાનમાં છે. મોટાભાગે આ રોગ ભેજવાળા વિસ્તારોમાં થાય છે. આ રોગ મોટાભાગે ચોખા ઉગાડતા વિસ્તારોમાં પ્રચલિત છે.

 તમામ વયજૂથના પશુઓ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે.

લક્ષણ

  • ડેગ્નાલા રોગથી ગ્રસિત પશુની પૂંછડીના છેડાના વાળ ખતમ થઈ જાય છે. તેની પૂછડી ધીમે ધીમે ગળવા લાગે છે.
  • એવી જ રીતે કાનની કિનાર, ખુર અને અંડકોષની કિનારો પર પણ ગલનની સ્થિતિ શરૂ થાય છે.
  • તે લગન સૂકી હોય છે, જેમાં ચામડી ફાટવાથી ખુર બહાર નિકળી આવે છે, અને હાંડકા પણ દેખાવા લાગે છે.
  • પશુ ભોજન લેવાનું બંધ કરી દે છે અને દિવસે દિવસે નબળું પડવા લાગે છે.
  • પશુથી ઉભા રહી શકાતું નથી તથા ચાલી શકાતું નથી. કેટલાક સમય બાદ આ પ્રકારના પશુનું મૃત્યુ પણ થઈ જાય છે.
  • દૂધ ઉત્પાદનમાં 15 ટકાથી વધારે ઘટાડો થતો હોય છે.

 નિદાન

  • આ રોગનું નિદાન ઈતિહાસ જાણી અને લક્ષણ પ્રમાણે કરવામાં આવે છે.
  • પ્રયોગશાળામાં એચપીએલસી અથવા એચપીટીએલસી વિધિથી ઝેરની જાણકારી મળે છે.

ઉપચાર

  • કોઈ પણ લક્ષણ દેખાવાના સંજોગોમાં તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરો.
  • ધાનના સંક્રમિત પુઆલને ઘાસચારામાં સ્વરૂપમાં બંધ કરી દો.
  • ઈજાના સંજોગોમાં નવસેકા પાણીથી સફાઈ કરવી અને 2 ટકા નાઈટ્રોગ્લિસરીન સાથે ડ્રેસિંગ કરવું.
  • આ બીમારીના ઉપચાર માટે બીમાર પશુઓને પેન્ટાસલ્ફ દવા 60 ગ્રામ પ્રથમ દિવસે આપવી અને ત્યારબાદ 15 દિવસ સુધી 30 ગ્રામ ખવડાવવી.
  • અસરગ્રસ્ત પશુને ખનિજ લવણ અને વિટામીન આપવા.
  • ગલન ધરાવતી પૂંછડીને શલ્ય ક્રિયા દ્વારા કાપી અલગ કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More