Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

આવી રીતે કરો ચોમાસાની ઋતુમાં પશુઓની વ્યવસ્થાપન

છાપરમાંથી પાણી ટપકવાથી પશુની આરામદાયકતા ઉપર અસર થાય છે. જો કોઢને સરખો સાખ કરવામાં મ આવતો હોય તો પાણીને કારણે કોઢમાં એમોંનિયાનું ઉત્પાદન થવા લાગે છે, જેના કારણે પશુને આંખોમાં બળતરા થતી જોવા મળે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ગાય
ગાય

છાપરમાંથી પાણી ટપકવાથી પશુની આરામદાયકતા ઉપર અસર થાય છે. જો કોઢને સરખો સાખ કરવામાં મ આવતો હોય તો પાણીને કારણે કોઢમાં એમોંનિયાનું ઉત્પાદન થવા લાગે છે, જેના કારણે પશુને આંખોમાં બળતરા થતી જોવા મળે છે.

આપણા દેશમાં મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે અને દેશની ભૌગોલિકતાને આધારે પશુઓ રાખતા હોય છે. જેમાં ગાય,ભેંસ,ઘેંટા, બકરા ઘોડા વગેરે જાનવરોનો સમાવેશ થાય છે. પશુપાલનમાં સારૂ નફકારક ઉત્પાદન મેળવવા માટે પશુની સારી રીતે જાળવણી કરવી જરૂરી છે. તેમાં પણ ચોમાસાની ઋતુમાં કે જેમાં રોગોનો ઉપદ્રવ વધતા હોય છે,ત્યારે પશુના સ્વાસ્થ અને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન માટે પશુની જાળવણી કરવી ખૂબ જ મહત્વની બની જાય છે.

ચોમાસાની ઋતુ દરમિયાન પશપાલકોને પડતી મુશકેલીઓ

છાપરામાંથી પાણી ટપકવું- છાપરમાંથી પાણી ટપકવાથી પશુની આરામદાયકતા ઉપર અસર થાય છે. જો કોઢને સરખો સાખ કરવામાં મ આવતો હોય તો પાણીને કારણે કોઢમાં એમોંનિયાનું ઉત્પાદન થવા લાગે છે, જેના કારણે પશુને આંખોમાં બળતરા થતી જોવા મળે છે. ગંદા કોઢ તેમજ કોઢની અંદરના વાતાવરણ ભેજનું પ્રમાણ વધવાથી પરોપજીવીઓના ઉપદ્રવ પણ વધે છે. જેના કારણે કોકિસડિયોસીસ નામના રોગ થઈ જવાની શક્યતા વધી જાય છે.

ભોયતળિયું- પશુના કોઢમાં પાકુ તળિયું રાખવામાં આવ્યું હોય તો ધ્યાન રાખવું કે ભોયતળિયું લીસં થઈ ગયેલ ન હોય નહિતો પશુ લપસીને પડી શકે છે.(ચોમાસામાં જો છાપરમાંથી પાણી ટપકતું હોય અને જો કોઢને સાફ રાખવામાં આવતો હોય તો પાણીને કારણે પાકુ ભોયતળિયું લીસું થઈ જાય છે.

ખરી- ચોમાસા દરમિયાન ખરીમાં માટી,છાણ વગેરેનો ભરાવો થતો હોય છે.જેના લીધે સૂક્ષ્મ જીવાણુઓનો ખરીમાં વિકાસ થવા લાગે છે.આથી ખરીના રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. જે પશુપાલકો ધેટાં, બકરાં રાખતા હોય છે તેમણે પણ તેમના જાનવરોની ખરીનું ધ્યાન રાખવું જરૂરી છે. નહિતર તેમા ખરી કોહવાનો રોગ થઈ જશે.

ખોરાક-ચોમાસાની ઋતુમાં ઉગી નીકળતા ઘાસચારામાં પાણી અને રેસાનું (ફાઈબર) પ્રમાણ વધુ હોય છે. આવા ધાસને ખોરાકમાં લેવાને કારણે પશુના જઠરમાં પાણીનો ભરાવો થાય છે અને પશુના પશુમાં પાણીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પશુમાં વારંવાર ઝાડા/અતિસારનો રોગ જોવા મળે છે.

બકરા
બકરા

ભેજ- ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વઘુ રહે છે.જેના કારણે સૂક્ષ્મ-જીવાણુનું પ્રમાણ વધી જાય છે અને રોગ થવાની શક્યતા વધી જાય છે.

પરોપજીવી- યોમાસાની ઋતુ દરમિયાન પરોપજીવીઓના ફેલાવો વધુ ઝડપથી થતો હોય છે.પરોપજીવીઓ પશુઓના શરીરમાં રોગ ફેલાવતા હોય છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન માખી-મચ્છરની પણ ઉપદ્રવ વધી જતો હોય છે, જેના કારણે માખી-મચ્છરની ફેલાતા રોગો પશુમાં થવાની શક્યતા વધી જતી હોય છે અને જો સારસંભાળન લેવામાં આવે તો પશુનું મૃત્યુ પણ થઈ શકે છે.

આઊનો રોગ- ચોમાસાની ઋતુમાં આઉનો રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. ચોમાસાની ઋતુમાં સુક્ષ્મ-જીવોનો ઉપદ્રવ વધુ હોય છે. જો કોઢને સાફ રાખવામાંના આવે તો જ્યારે જાનવર કોઢમાં બેસી જાય ત્યારે સુક્ષ્મ-જીવો તેના આંચળ દ્વારા અંદર જતા હોય છે.પશુમાં દૂધ દોહન કરી લીધા બાદ થોડા સમય સુધી આંચળના છિદ્રો ખુલ્લા રહેતા હોય છે, જો પશુ આ સમય દરમિયાન ભોંયતળિયું ગંદુ હોય તો સૂક્ષ્મ જીવાણું આંચળમાં પ્રવેશી જાય છે અને આઉના રોગ કરતા હોય છે.

ફૂગવાળો ખોરાક- જો જગ્યા પર ખોરાકનો સંગ્રહ કરવામાં આવ્યો હોય, ત્યાં જો છાપરમાંથી પાણી ખોરાક-ઘાસ-દાણ ઉપર પડતું હોય તો ત્યાં તે ખોરાકમાં ફૂગ થવા લાગે છે. અને જો આવો ફૂગવાળો ખોરાક પશુને ખવડાવલામાં આવે તો પશુને ફૂગજન્ય રોગો થતા હોય છે.

ચોમાસા દરમિયાન પશુપાલકોએ રાખવાની કાળજી

  • પશુઓને જે કોઢમાં રાખતા હોય તેના છાપરમાંથી પાણી ટપકતું ન હોવું જોઈએ અને છાપરૂ ચોખ્ખું હોવું જોઈએ. ધણી વાર છાપરા પર ક્ચરો જમા થઈ ગ્યો હોય છે.તો ચોમાસાની ઋતુ પહેલાં છાપરાની યોગ્ય સાફ સફાઈ કરી મરામત કરવી જોઈએ.
  • ચોમાસામાં દરમિયાન પશુના માલિકે પશુને ધાસચારો આપતા પહેલા ઘાસચારાને કાપીને થોડા સમય માટે સુકવવો જેથી ઘાસચારામાં રહેલ પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય અને પશુને પાચન કરવામાં સરળતા રહે.
  • ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલા પશુને કૃમિનાશક દવા આપની અને ચોમાસાની ઋતુ બાદ પણ આપવી જરૂરી છે, કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન કૃમિઓનો વિકાસ ખૂબ જ ઝડપતી થતો હોય છે.
  • શરીર પર રહેલા પરોપજીવીઓ દૂર કરવા માટે પશુ માલિકોએ નિયમિત રીતે પશુ ચિકિત્સકના માર્ગદર્શન પ્રમાણે દવાઓનો છંટકાવ કરવો જોઈએ.
  • ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલોં ગળસૂંઢા રોગની રસી આપવી ખૂબ જ જરૂરી છે.
  • ચોમસાની ઋતુ દરમિયાન ગંદકી વધુ થતી હોવાથી કોઢને ચોખ્ખો રાખવો ખૂબ જ જરૂરી બની જાય છે અને તેના આસપાસના વિસ્તારને પણ સાફ રાખવો જરૂરી છે, જરૂર પડયે દવાનો છંટકાવ કરવો જોઈએ અથવા ચૂનાનો છંટકાવ કરવો જોઈએ.
  • ઘાસચારાનો સંગ્રહ ચોખ્ખી અને સૂકી (જયાં પાણી ટપકતું ન હોય અથવા પાણી ભરાઈ રહેતું ન હોય તેવી) જગ્યા પર કરવો અને તેને નિયમિત સાફ કરવો જરૂરી છે. ઘાસચારો જે જગ્યા ઉપર સંગ્રહ કરવામાં આવે ત્યાં ધ્યાન રાખવું કે ઉંદર કે બીજા કોઈ જાનવર ધૂસી ન જાય કે જેથી ઘાસચારા/દાણને નુકસાન થાય.
  • જો અતિવૃષ્ટિ થાય તો જાનવરને બાંધી રાખવા નહિં. ખીલે બાંધેલા જાનવર દોરડું ખેંચે છે, જેથી તે જખમી થાય છે અથવા ટુંપાઈ જાય છે.
  • અતિવિષ્ટિ થઈ શકે એવી આગાહી હોય તો પશુના કોઢમાં પશુને ઈજા થઈ શકે તેવી વસ્તુઓ રાખવી નહિં.
  • પશુઓને પીવા માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા રાખવી પણ ખૂબ અગત્યની છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More