Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

મધમાખી પાલકો માટે સરકારની ખાસ યોજના, ખેડૂતોની આવક વધારવા મળશે મદદ

મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા પ્રયત્નશીલ છે. ત્યારે હવે મધમાખી ઉછેરતા લોકો માટે પણ સરકારે સકારાત્મક પગલાં લીધા છે.વિશ્વ મધમાખી દિવસ અને ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવના શુભ સંદર્ભમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે નવી દિલ્હીની પુસા ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં મધ પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપવા માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તોમરે કહ્યું હતું કે ભારત સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગામ, અને ખેડુતો માટે સંપૂર્ણ સમર્પિત છે.

KJ Staff
KJ Staff
Beekeeping
Beekeeping

મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા પ્રયત્નશીલ છે. ત્યારે હવે મધમાખી ઉછેરતા લોકો માટે પણ સરકારે સકારાત્મક પગલાં લીધા છે.વિશ્વ મધમાખી દિવસ અને ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવના શુભ સંદર્ભમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે નવી દિલ્હીની પુસા ખાતે  ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં મધ પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપવા માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તોમરે કહ્યું હતું કે ભારત સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગામ, અને ખેડુતો માટે સંપૂર્ણ સમર્પિત છે.

સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લેતા વડાપ્રધાને ખાતરના વધેલા ભાવનો ભાર ખેડુતો ઉપર પડવા દીધો નથી. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન અંતર્ગત મધમાખી ઉછેરના ઉત્પાદનો અને મધમાખી ઉછેરના અન્ય ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી માટે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈ એ આર આઈ) માં પ્રાદેશિક મધ ગુણવત્તાની પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપિત કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી તોમારે જણાવ્યું હતું કે ડીએપીની થેલી 1200 રૂપિયામાં મળતી હતી, ત્યારે તેની વાસ્તવિક કિંમત 1700 રૂપિયા હતી જેમાં  500 રૂપિયાસરકાર આપતી હતી.એકાએક તરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના ભાવમાં વધારાને કારણે ડીએપીના ભાવમાં વધારો થયો, જેના પગલેએક થેલીની કિંમત  2400 થઈ.

આવી સ્થિતિમાં જો સરકાર તરફથી એક  બેગ દીઠ માત્ર 500 રૂપિયા સહાય મળતી હોત તો ખેડૂતોને એક બેગ રૂપિયા1900 પડી હોત. આ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ખેડુતો પર એક રૂપિયાનો ભાર ન હોવો જોઇએ, તેથી હવે કેન્દ્ર સરકારે 700 રૂપિયા તરીકે 140 રૂપિયા વધુ સબસિડી આપી છે, અને તેની કિંમત 1200 રૂપિયા રાખવામાં આવી છે.  તોમારે આ ઐતિહાસિક નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.મધનું ઉત્પાદન અને નિકાસમાં વધારો વધુમાં તોમારે કહ્યું કે દેશમાં મધનું ઉત્પાદન અને નિકાસ વધી રહી છે.તેમજ સારી ગુણવત્તાવાળા મધ માટે પણ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મધ્યમ વર્ગીય ખેડૂતો આમાં જોડાય, જેથી તેમની આવક વધે પણ વધે. આ માટે સરકારે આ કામને ઝડપી ગતિ આપી છે. 

રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન (એન બી એચ એમ)માં વૈજ્ઞાનિક મધમાખી ઉછેર અને 'મીઠી ક્રાંતિ' ના સર્વાંગી વિકાસ માટે 300 કરોડને મંજૂરી આપવામાં આવી છે.  વળી, કેન્દ્ર સરકાર દ્વારા પણ  સ્વનિર્ભર ભારત અભિયાનમાં 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત તેમાં આણંદના રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ખાતે 5 કરોડની સહાયથી  વૈશ્વિકસ્તરે  સ્ટેટ ઓફ ધ આર્ટ હની ટેસ્ટિંગ લેબની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે પ્રાદેશિક મધ તેમજ  મધમાખી ઉછેરના અન્ય મોટા ઉત્પાદનો, પરીક્ષણ પ્રયોગશાળાઓને આઠ-આઠ કરોડ રૂપિયાની રકમ સાથે મંજૂરી આપવામાં આવી છે.  આ ક્ષેત્રના વિકાસની દૃષ્ટિએ 13 મીની સેટેલાઇટ જિલ્લા કક્ષાની મધ અને મધમાખી ઉછેર પ્રયોગશાળાઓનાં અન્ય ઉત્પાદનો અને ઓનલાઈન નોંધણી માટે અને  ટ્રેસિબિલિટી સિસ્ટમ માટે મધુ ક્રાંતિ પોર્ટલને પણ મંજૂરી અપાઈ છે.મધમાખી ઉછેર કરનારાઓ માટે એફ.પી.ઓ. શરૂ કરાઈ છે કેન્દ્રીય મંત્રી

તોમરે વધુમાં જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ઢબે કરતા મધમાખી ઉછેરને પ્રોત્સાહિત કરવા માટે  અન્ય પ્રયાસોની સાથોસાથ મધમાખી ઉછેર કરનારાઓના એફપીઓ બનાવવાનું પણ પ્રારંભ કરાયું છે. આની સાથે દેશભરમાં 10 હજાર એફપીઓ બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને આત્મનિર્ભર ભારતની વાત કરી ત્યારે કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડ રૂપિયાના માળખાગત ભંડોળ ઉપરાંત મધમાખી ઉછેર અને અન્ય સંબંધિત ક્ષેત્રોની પણ કાળજી લેવામાં આવી છે. તોમારે કહ્યું કે મધનું ઉત્પાદન વધવું જોઈએ અને ગુણવત્તા સાથે ચેડા બિલકુલ ન થવા જોઈએ. નાના ખેડૂત પણ આ કામમાં સામેલ થયા.  જેઓ જમીન ધારક નથી, તેઓએ આ ક્ષેત્રને રોજગારનું મોટું સાધન બનવું જોઈએ, આ માટે રાજ્યોએ પ્રયત્નો કરવા જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More