ભારતમાં ગાય ને માતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યા ગાયના નામ પર લોકો એક-બીજા પર હાથ પણ ઉપાડી દે છે. સાલો થી ભારતના રાજાકારણનો મુદ્દા રહેલી ગાય જેવી રીતે ગુજરાતના બે જિલ્લાઓ આણંદ અને બનાસકાંઠાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે અને ત્યા ના ખેડૂતોની બધી મુશ્કિલો દૂર કરી છે તેવી રીતે ગુજરાતની ગીર ગાય સાત સમંદર પાર બ્રાઝિલના અર્થતંત્રને પણ મજબૂત બનાવી રહી છે. એટલે કે 1930માં બ્રાઝિલની ઇકોનોમી ખલાસ થઇ ગઇ હતી.તેની પાસે સારી ઓલાદના પશુઓ ન હોવાથી દૂધ ઉત્પાદન સાવ ઘટી ગયું હતું. આવા સંજોગોમાં ભારતમાંથી ક્રમશ ખરીદેલી ગીર અને ઓંગલ જેવી ઓલાદે ત્યા ક્રાંતિ સર્જી છે.
વાત એમ છે કે ગીર ગાય દૂધ ઉત્પાદન અને ઓલાદ સંવર્ધનમાં બીજા જાતની ગાયોથી આગળ છે. ખબર મુજબ બ્રાઝિલની 30 લાખથી વધુ વસ્તીની ગીર ગાય ગરીબી દૂર કરી છે અને ત્યાના 10 લાખ પરિવારોને તેથી રોજગાર મળ્યુ છે. ગીર ગાયના કારણે બ્રાઝિલમાં 34.5 બિલિયન લિટર દૂદનું ઉત્પાદન થાય છે. તેમા પણ ગીરનો સિંહફાળો છે. તેના કારણે હવે બ્રાઝિલ દુનિયાના હોપ 10 દેશો માં દૂદના ઉત્પાદાનમાં સ્થાન ધરાવે છે.
ભારતમાં ઘટી બ્રાઝિલમાં વધી શુદ્ધ ઓલાદની ગાયો
જ્યા એક બાજુ ભારતમાં શુધ્ધ ઓલાદની ગાયો જેમ કે ગીર, કાંકરેજ અને આંધ્રપ્રદેશની ઓંગલ જેવી ગાયોની સંખ્યા ઘતી રહી છે. તો બીજી બાજુ બ્રાઝિલમાં એજ જાતોની ગાયોની સંખ્યા વધી રહી છે. એટલે કે હવે આગળ જઈને કદાચ ભારતને આપણ ત્યાની ગાયોને બ્રાઝિલથી આયાત કરવી પડે તો એમા નવાઈ નહી. ભારતમાં તો ગાયો આજના દિવસોમાં રાજકારણનો સિક્કો બની ગઈ છે અને બીજી બાજુ બ્રાઝિલ તેના ચલણી સિક્કાઓ પર ભારતની ગીર ગાયને સ્થાન આપ્યું છે.
ભારતના નેતાઓ ગાયોને સંરક્ષણની ખોખલી વાતોના સિવાએ કાઈ પણ નથી કરતા.અને બ્રાઞિલ ટપાલ ટીકિટમાં પણ ગાયને સ્થાન આપ્યું છે.આપણા દેશની જેમ બ્રાઝિલમાં કયાંક ગાય ભૂખી હાલતમાં રખડતી જોવા મળતી નથી .ત્યાંના પશુપાલકો પોતાના આ ભારતીય પશુધન માટે ગૌરવ અનુભવે છે. આ ભારતીય ઓલાદની ગાયો બ્રાઝિલે ૨૦ થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે એટલું જ નહી ભારતીય ગાયોનું સ્થાનિક ઓલાદો સાથે સંવર્ધન કરીને વધુ દૂધ આપતી જાતો પણ પેદા કરવામાં આવી છે.
Share your comments