Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુ પાલન અને ડેરી વિભાગે જારી કરી રૂપિયા 1,02,00,000ની સબસિડી

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી બાબતના પ્રધાન ગિરિરાજ સિંહે 8 મેના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા-પશુપાલન મોટો પડકાર વિષયના વિજેતાઓ માટે આયોજીત પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે મંત્રાલયે રાજય બાબતના પ્રધાન સંજીવ કુમાર બાલ્યાન અને મુખ્ય સચિવ અતુલ ચતુર્વેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

KJ Staff
KJ Staff
Dairy Subsidy
Dairy Subsidy

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી બાબતના પ્રધાન ગિરિરાજ સિંહે 8 મેના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા-પશુપાલન મોટો પડકાર વિષયના વિજેતાઓ માટે આયોજીત પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે મંત્રાલયે રાજય બાબતના પ્રધાન સંજીવ કુમાર બાલ્યાન અને મુખ્ય સચિવ અતુલ ચતુર્વેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશુપાલન અને ડેરી વિભાગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં પશુપાલન સ્ટાર્ટઅપ એક મોટો પડકાર પ્રારંભ કર્યો, જેમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રને મુશ્કેલી પડે છે તેના ઉકેલની દિશામાં આગળ વધી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ 11 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.

સ્ટાર્ટ અપ ઈન્ડિયા-પશુ પાલન માટે અરજી પડકાર

  • મૂલ્ય વર્ધિત ઉત્પાદનઃ નાના ઘરેલુ અને નિકાસ બજારો માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી કેટલાક મૂલ્ય વર્ધિત ડેરી ઉત્પાદનો જેવા કે પનીર, સ્મૂદીજ, ફ્લેવર્ડ મિલ્ક, કસ્ટર્ડ, દહી, અને અન્ય એથનિક ભારતીય ઉત્પાદનની શરૂઆત કરી.
  • એકલ ઉપયોગ પ્લાસ્ટિક વિકલ્પઃ ડેરી ક્ષેત્રમાં એકલ ઉપયોગ પોલિથીનને બદલવા માટે પર્યાવણને અનુકૂળ વિકલ્પનો ઉપયોગ કરવો
  • દૂધમાં ભેળસેળનો અંત લાવવોઃ ડેરી ક્ષેત્રમાં દૂધમાં મિલાવટની સમસ્યા ઉકેલવી
  • નસ્લ સુધાર અને પશુ પોષણઃ ઘેટા બકરા અને ભેંસોની ભારતીય નસ્લો વચ્ચે ત્વરીત આનુવંશિક લાભ માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ અને લીલાા ચારાની નવી જાતો તથા સમૃદ્ધ પશુચારો.
  • ઈ-કોમર્સ સમાધાનઃ દેશભરમાં આધુનિક ડિજીટલ પાયાગત માળખા અને સલાહ-મસલતને લગતી સેવા આપવા માટે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું
  • ઈ-કોમર્સ સમાધાનઃ દેશભરમાં આધુનિક ડિજીટલ પાયાગત માળખા અને પરામર્થ સેવાઓનું પ્રદાન કરવા માટે ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાનું છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More